વીએમસીની ડાયરીમાં માજી મેયર ભરત ડાંગરનું નામ જ નહિ..?!!

0
6

વડોદરા,તા.૧૧
વડોદરા મહાનગર પાલિકાની વર્ષ ૨૦૧૯ની ડાયરી પ્રસિદ્ધ થઇ છે. જેમાં અનેક છબરડા બહાર આવ્યા છે. વડોદરા મહાનગર પાલિકાની વર્ષ ૨૦૧૯ની ડાયરી તાજેતરમાં બહાર પાડવામાં આવી હતી.
આ ડાયરીમાં અત્યાર સુધીના માજી મેયર સ્થાયી સમિતિ અધ્યક્ષ તેમજ માજી ડેપ્યુટી મેયરના નામોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે થયેલી યાદીમાં માજી મેયરની યાદીમાં અગાઉના દસમીઓના નામ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે, જ્યારે ગત ટર્મમાં અઢી વર્ષ સુધી રહેલા માજી મેયર ભરત ડાંગરના નામની બાદબાકી કરી દેવામાં આવી છે.
જેથી રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે. ઉપરાંત ડાયરીમાં ભરત ડાંગર હતા. ત્યારે જે કાર્યક્રમો યોજાયા હતા. તેમાં ફોટા નીચે કેપ્શન લખવામાં આવ્યું છે. તેમાં મેયર તરીકે ભરત ડાંગરનું નામ પ્રસિદ્ધ થયું છે, જ્યારે હાલના મેયર જીગીશાબેન શેઠ સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે હતા. જેથી તેઓનું નામ મેયરના હોદ્દાને બદલે સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે લખવામાં આવ્યું છે.
આ ઉપરાંત કેટલાક ટેલીફોન નંબર પણ ખોટા પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. આ પ્રકારના છબરડાને કારણે વિવાદ સર્જાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY