કોંગ્રેસ-એનસીપી વચ્ચે બેઠકો માટે વાટાઘાટ ચાલુ

0
81

મુંબઈ,તા.૨૬
લોકસભા અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ભલે સાથે સાથે ન યોજાઈ, પણ બન્ને વચ્ચે લાંબો ગાળો ન રહે એટલે મહારાષ્ટ્રના પક્ષોએ બન્નેની તૈયારીનો આરંભ કરી દીધો છે. ૨૦૧૪માં એકલા લડ્યા બાદ હવે બન્ને પક્ષે આગામી ચૂંટણી સાથે લડવાનો નિર્ણય લીધો છે. આ સાથે લોકસભાની ચૂંટણીમાં બિન-ભાજપી પક્ષો સાથે આવી મહાગઠબંધન કરે તેવી શક્્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં કાંગ્રેસ-એનસીપીએ બેઠકની વહેંચણી મામલે ચર્ચા કરવાનું શરૂ કરી દીધું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. કાંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અશોક ચવ્હાણ અને એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ વચ્ચે બિનસત્તાવાર બેઠક યોજાઈ હોવાનું માનવામાં આવે છે. જાકે આ બેઠક કેન્દ્રીય નેતાગિરીની પરવાનગીથી જ યોજાઈ હોઈ ચર્ચાની શરૂઆત થઈ ગઈ છે.
૨૦૧૪માં વિધાનસભામાં કાંગ્રેસના ૪૨ અને એનસીપીના ૪૧ સભ્ય ચૂંટાઈ આવ્યા હતા જ્યારે લોકસભાની ચૂંટણીમાં બન્ને પક્ષનો રકાસ નીકળી ગયો હતો. કાંગ્રેસના માત્ર બે અને એનસીપીના ચાર સાંસદ ચૂંટાયા હતા.
મળતી માહિતી અનુસાર એનસીપીએ બન્ને ચૂંટણીઓમાં રાજ્યમાંથી અડધા અડધા ઉમેદવારો ઊભા રાખવાની માગ કરી છે, પરંતુ તે કાંગ્રેસને મંજૂર હોય તેમ લાગતું નથી. આ સાથે અહેમદનગર, ઈન્દ્રાપુર જેવી બેઠક પરથી બન્ને પક્ષને લડવું છે આથી આ મુદ્દે મતભેદો પણ ઉપજ્યા છે. ૨૦૧૪માં પણ બેઠક બાબતે બન્ને પક્ષો વચ્ચે લાંબી ચર્ચાઓ થઈ હતી, પરંતુ સમન્વય ન સધાતા અલગ અલગ લડ્યા હતા. જાકે ત્યારે ભાજપ અને શિવસેના પણ અલગ અલગ લડ્યા હતા અને ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઈ આવ્યો હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY