લાંચ આપવા પૈસાની વ્યવસ્થા ન થઈ શકતા યુવકે ઝેર પીધું

0
4

જામનગર,તા.૧૧
ખાણ ખનીજ ખાતાએ ૭૦ હજારની લાંચ માગતા નાણાં ન હોવાથી ડમ્પર ચાલકના ભાઇએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેના પગલે ગંભીર તબિયત સાથે જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
મળતી માહિતી પ્રમાણે જામનગરના અલીયા બાડાગામ ખાતે ખનીજ ખાતાની ટીમ ઉપર થયેલા હુમલા બાદ મામલો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યો હતો. જ્યાં ડમ્પર ચાલકના ભાઇ પણ પહોંચી ગયા હતા. તેઓએ પંચકોશી એ ડિવિઝન ખાતે જ ઝેરી દવા પી લીધી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડમ્પર ચાલકના ૨૬ વર્ષીય ભાઇ દિવ્યરાજસિંહ રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેમના ભાઇનો ફોન આવતાં તેઓ પોલીસ સ્ટેશન ખાતે ગયા હતાં.
જ્યાં તેઓને ખનીજ ખાતા સાહેબો સાથે વાત કરવાનું કહ્યું હતું. જેથી દિવ્યરાજસિંહે ખનીજ ખાતાના ડ્રાઇવર સાથે વાત કરી હતી. ડ્રાઇવરે ગાડીમાં સાહેબ છે એમની સાથે વાત કરવાનું કહ્યું હતું. જેથી તેમણે પોલીસ સ્ટેશનના પા‹કગમાં જ ગાડીમાં બેઠેલા અધિકારી ઠક્કર સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું. કે, ૭૦ હજાર રૂપિયા આપ નહીંતર તારા ઉપર કેસ કરી નાંખવામાં આવશે. જેથી તેઓ પાસે રૂપિયા ન હોવાથી વ્યાજે રૂપિયા લેવા માટે ગયા હતા. પંરતુ તેમનાથી રૂપિયાનો મેળ ન થતાં તેઓ પરત ત્યાં પહોંચ્યાં હતા.
જ્યાં તેમણે ઝેરી દવા પી લીઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો સાથે સાથે તેમણે અધિકારી ઉપર ૭૦ હજારની લાંચ માંગવાનો આક્ષેપ પણ કર્યો હતો. ગંભીર તબિયત સાથે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY