૭૧માં આર્મી દિવસે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને લોકોને શુભેચ્છા પાઠવી

0
8

ન્યુ દિલ્હી,તા.૧૫
મંગળવારે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ૭૧માં આર્મી દિવસની શુભેચ્છા પાઠવી હતી. દેશનું ગૌરવ કહેવાતી ભારતીય સેના આજે પોતાનો ૭૧મો સેના દિવસ મનાવી રહી છે. આજના દિવસે દેશભરના લોકો સેનાને સલામ કરી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટિવટ કરી સેના દિવસ પર ભારતીય સેનાના તમામ જવાન અને તેમના પરિવારને શુભકામના પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ પણ ભારતીય સેનાના જવાનોને શુભકામના પાઠવી હતી. આર્મી ચીફ બિપિન રાવતે આર્મી ડેના રોજ દિલ્હીમાં યોજાયેલી પરેડને સલામી આપી હતી. આ પહેલા સેના અધ્યક્ષ જનરલ બીપીન રાવતે દિલ્હીમાં આવેલા અમર જ્યોત જવાન ખાતે પણ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે સવારે ટ્‌વીટ કરીને ભારતીય સેનાને યાદ કરી હતી. તેઓએ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે “આર્મી ડેના પ્રસંગે, ભારતીય સેનાના તમામ સૈનિકો, યુદ્ધવીરોના પરિવારોને અભિનંદન પાઠવું છું. તમે અમારા રાષ્ટ્રના ગૌરવ છો. દરેક ભારતીય શાંતિથી ઊંઘી શકે છે, કારણ કે તેમને વિશ્વાસ છે કે તમે સાવચેત અને સજાગ છો”
વડપ્રધાને મોદીએ પણ આર્મી દિવસના માનમાં પોતાના ટ્‌વીટર હેન્ડલ પર ટ્‌વીટ કરી જણાવ્યું હતું ક “સૈન્ય દિવસના પ્રસંગે હું સૈનિકો અને તેમના પરિવારોને અભિનંદન પાઠવું છું. ભારતના દરેક નાગરિક સૈન્યમાં માને છે, જે હંમેશા રાષ્ટÙની સલામતીની આશા રાખે છે”. મહત્વનું છે કે, જનરલ કે. એમ કરિઅપ્પા આઝાદ ભારત પહેલા સેના પ્રમુખ બન્યા હતા અને તેમના સન્માનમાં દર વર્ષે ૧૫ જાન્યુઆરીને આર્મી ડે તરીકે મનાવવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY