નેચરલ ફામિંગના પ્રણેતા ડા એલ. નારાયણ રેડ્ડીનું ૮૪ વર્ષની વયે નિધન

0
9

બેંગલુરુ,તા.૧૫
ભારતમાં નેચરલ ફા‹મગ અને પ્રોડ્‌કટના પ્રણેતા એલ. નારાયણ રેડ્ડીનું ૮૪ વર્ષની વયે નિધન થયું છે. મુળ કર્ણાટકના વતની અને ભારત સહિત વિશ્વના અનેક દેશોને ઓર્ગેનિક ફા‹મગ શીખવનાર નારાયણ રેડ્ડીએ ગઈ કાલે તેમના કર્ણાટકના ગામ દોધાબલપુરમના પોતાના ખેતર મારેનાહાલીમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ તેમની સરળતા અને ખેતીની વિશિષ્ટાથી ભારતમાં પ્રસિદ્ધ હતા.
૫૦ ડિગ્રી જેટલા ઉંચા તાપમાન અને માઈનસ ૧૫ ડિગ્રી તાપમાનમાં પણ કઈ રીતે ખેતી કરી શકાય તેની વિવિધ ટેકનિકો સાથે તેમણે વિશ્વના અનેક દેશોને ઓર્ગેનિક ફા‹મગ શીખવ્યું હતું. માત્ર પ્રાથિમક શાળાનો અભ્યાસ લીધા બાદ ખેતી સાથે જાડાઈ જનાર નારાયણ રેડ્ડીને ભારતની કેટલીય યુનિવર્સિટીઓએ ડાક્ટરેટની ડિગ્રીઓ આપી હતી. ૮૪ વર્ષની ઉમર સુધી રોજ ખેતી કરવી અને પોતના ખેતરમાં લાખો પક્ષીઓને નિભાવતા હતા. ભારતની ૮થી ૧૦ ભાષાઓ જાણતાં હતાં.
કર્ણાટકના બિજાપુરમાં ગત્ત મહિને આયોજિત ભારત વિકાસ સંગમના ભારતીય સંસ્કૃતિ ઉત્સવ-૫માં રેડ્ડીજીએ ૧ લાખ ખેડૂતનો સંબોધિત કર્યા હતા. ભારત સરકારે પણ તેમનો ‘લખપતિ ખેતી’નો પ્રોજેક્ટ ભારતના વિવિધ રાજ્યોમાં ઇમ્પ્લિમેન્ટ કર્યો છે. કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે ‘પંડિત દિનદયાલ ઉપાધ્યા કૃષિ લખપતિ ખેતી’ નામના પ્રોજેક્ટ અનુસાર દેશમાં ૧૦૦ સેન્ટર સાથે એક એકર જમીનમાં ખેડૂતને લાખો રૂપિયા કમાવવા તૈયાર કર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY