ભાજપના ધારાસભ્યોના ગુરગ્રામમાં ધામા, કોંગ્રેસ-જેડીયુના ૧૩ એમએલએ ગાયબ

0
12

બેંગલુરુ,તા.૧૫
વિધાનસભા ચૂંટણીના લગભગ સાત મહિના બાદ કર્ણાટકમાં ફરી એક વખત સત્તાનું નાટક શરૂ થઈ ગયું છે. રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને ભાજપ પર ‘ઓપરેશન લોટસ’ હેઠળ ધારાસભ્યોને લાલચ આપીને ખરીદવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
બીજી તરફ ભાજપે આ તમામ આરોપો ફગાવી દીધા છૈ. ભાજપે જણાવ્યું છે કે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના નેતાઓ ભાજપના ધારાસભ્યોને લલચાવવાની કોશિશ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના ૧૦ અને જેડીએસના ત્રણ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે.
કોંગ્રેસ નેતા અને કર્ણાટકનાં પાણી પુરવઠા મંત્રી ડીકે શિવકુમારે ભાજપ સરકાર પાડવાના પ્રયાસો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું કે, રાજ્ય સરકારને ભટકાવવા માટે ભાજપ ઓપરેશન લોટસ ચલાવી રહી છે. કોંગ્રેસનાં ત્રણ ધારાસભ્યો મુંબઈની એક હોટેલમાં ભાજપનાં નેતાઓ સાથે રોકાયા હતા. આ અંગે મુખ્યમંત્રી કુમાર સ્વામીએ કહ્યું કે, તમામ ધારાસભ્યો મને જાણ કરીને ગયા છે. ચિંતાની કોઈ વાત નથી.
ભાજપની કોશિશ છે કે આ ૧૩ ધારાસભ્યો જલદી રાજીનામાં આપી દે. ભાજપ આગામી સપ્તાહમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તેવી પણ શકીયતા છે. ભાજપે અંદરખાને આ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તાજા સમાચારો અનુસાર કોંગ્રેસ-જેડીએસના ૧૩ ધારાસભ્યો બેંગલુરુથી ગાયબ થઈ ગયા છે. મુખ્યપ્રધાન એચ.ડી. કુમારસ્વામીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ સત્તારૂઢ ગઠબંધનના ધારાસભ્યોને લલચાવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ ગઠબંધનના કોઈ ધારાસભ્ય પક્ષપલટો કરવાના નથી.
બીજી તરફ કર્ણાટક ભાજપના પ્રમુખ બી.એસ. યેદિયુરપ્પાએ તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપો ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું કે ભાજપે કોઈ ઓપરેશન લોટસ હાથ ધર્યું નથી. ઊલટાનું કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન જ હાલ ભાજપના ધારાસભ્યોને ખરીદવાની કોશિશમાં લાગેલું છે, અમે નહીં. એ લોકોએ તમામ શરૂઆત કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY