સતત છઠ્ઠા દિવસે ભાવવધારો… પેટ્રોલ ૨૮ અને ડીઝલ ૨૯ પૈસા મોંઘુ

0
10

ન્યુ દિલ્હી,તા.૧૫
ઈન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ડ ક્રૂડ ૬૦ ડાલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચવાથી ડોમેÂસ્ટડ બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ આશરે એક વર્ષના નિચલા સ્તર પર ગયા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. મંગળવારે સતત છઠ્ઠા દિવસે ઇંધણની કિંમતોમાં વધારો થયો છે. દિલ્હીમાં પહેલા જ ઇંધણની કિંમતો ૭૦ રૂપિયાના સ્તરને પાર કરી ગઈ હતી. મંગળવારે પેટ્રોલમાં પ્રતિ લીટર ૨૮ પૈસાનો વધારો થયો છે.
જાણકારોનું કહેવું છે કે, ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા ઇંધણની કિંમતોમાં વધારો થવાથી આગામી કેટલાક દિવસો સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોંઘવારી બની રહશે. ૨૭ ડિસેમ્બરથી સતત કાચુ તેલ મોંઘુ થવાનો સિલસિલો ચાલી રહ્યો છે. અત્યારે બ્રેન્ટ ક્રૂડ ૬૦ ડાલર પ્રતિ બેરલની નજીક ચાલી રહ્યુ છે. જા કાચા તેલની કિંમત આ સ્તરથી વધે તો પેટ્રોલ અને ડીઝલમાં એક-બે રૂપિયાનો વધારો થઈ શકે છે.કેટલાક દિવસોથી કાચા તેલની કિંમતોમાં ૫૦ ડાલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગઈ હતી.
દિલ્હીમાં મંગળવારે સવારે એક લીટર પેટ્રોલનો ભાવ ૭૦.૪૧ રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. તો ડીઝલના ભાવમાં પણ ૨૯ પૈસાના વધારા સાથે ૬૪.૪૭ રૂપિયા પ્રતિ લીટરના સ્તરે પહોંચી ગયું છે. આ સિવાય કોલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલમાં ક્રમશઃ ૭૨.૫૨ રૂપિયા, ૭૬.૦૫ રૂપિયા અને ૭૩.૦૮ રૂપિયાના સ્તર પર પહોંચી ગયું છે. તો ડીઝલમાં પણ ૨૯ પૈસાથી લઈને ૩૧ પૈસા સુધીનો વધારો થયો છે. કોલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં ડીઝલ ક્રમશઃ ૬૬.૨૪ રૂપિયા, ૬૭.૪૯ રૂપિયા અને ૬૮.૦૯ રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે.
અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત ૬૮.૦૧ રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત ૬૭.૫૧ રૂપિયા છે. અમરેલીમાં આજે પેટ્રોલની કિંમત ૬૮.૯૩ રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત ૬૮.૪૩ રૂપિયા છે. આણંદમાં આજે પેટ્રોલની કિંમત ૬૭.૯૨ રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત ૬૭.૪૨ રૂપિયા છે. અરવલ્લીમાં આજે પેટ્રોલની કિંમત ૬૮.૮૫ રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત ૬૮.૩૪ રૂપિયા છે. ગાંધીનગરમાં આજે પેટ્રોલની કિંમત ૬૭.૯૫ રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત ૬૭.૪૫ રૂપિયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY