કોલંબો,તા.૩૦
શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષેએ દેશના નવા વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. જ્યારે આ હોદ્દા પરથી પદભ્રષ્ટ કરાયેલા રાનીલ વિક્રમસિંઘે એવો દાવો કર્યો છે કે સંસદમાં હજુ તેઓ બહુમતી ધરાવે છે. આ દરમિયાન શ્રીલંકાના સ્પીકરે જણાવ્યું છે કે જા આ રાજકીય સંકટ અને કટોકટીનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો શ્રીલંકાની શેરીઓ અને રસ્તાઓ પર મોટા પાયે રકતપાત સર્જાશે.
રાષ્ટ્રપતિ સિરીસેનાએ શુક્રવારે સમગ્ર દેશને ચોંકાવીને વિક્રમસિંઘને વડા પ્રધાનપદેથી હટાવી દીધા હતા અને રાજપક્ષેની નવા વડા પ્રધાન તરીકે નિયુકત કરવાની જાહેરાત કરી હતી. રાજપક્ષેએ વડા પ્રધાન સચિવાલયમાં પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે.
રાષ્ટ્રપતિ સિરીસેનાએ નવા પ્રધાનમંડળને શપથગ્રહણ કરાવ્યા હતા. જેમાં રાજપક્ષેનું નામ નાણાકીય અને આર્થિક બાબતોના પ્રધાન તરીકે જાહેર કરાયું હતું. નવા પ્રધાનમંડળમાં માત્ર ૧ર પ્રધાનો છે. જેમાંથીં એક રાજ્યકક્ષાના અને એક નાયબ પ્રધાન છે.
નવા પ્રધાનોમાં ત્રણ એવા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓ વિક્રમસિંહના પક્ષ યુનાઇટેડ નેશનલ પાર્ટી છોડીને રાજપક્ષેની છાવણીમાં આવ્યા છે. પ્રધાનમંડળમાં એક નવો ચહેરો ડગ્લાસ દેવાનંદ છે. જાફનાના ઉત્તરીય જિલ્લામાંથી આવતા દેવાનંદને પુનઃસ્થાપન અને પુનઃવસન પ્રધાન બનાવવામાં આવ્યા છે. શ્રીલંકાના સ્પીકર કારુ જયસૂર્યાએ ચેતવણી આપી છે કે શ્રીલંકામાં હવે ગમે તે ઘડીએ રકતપાત થઇ શકે છે. કારણ કે કેટલાક લોકો આ મુદ્દાને સડક પર ઉકેલવા માગે છે.
જયસૂર્યાએ જણાવ્યું હતું કે આ મુદ્દાનું સમાધાન સંસદની અંદર જ થવું જાઇએ. જા આ સંકટનો જલદી ઉકેલ નહીં આવે તો મોટા પાયે લોહી રેડાઇ શકે છે. અત્યાર સુધીમાં બે લોકોના મોત થઇ ચૂકયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




