અંક્લેશ્વર ને.હા.નં-૪૮ ઉપર થી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
13

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના મુજબ એલ.સી.બી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર પી એન.પટેલ તથા સ્ટાફ ના પોલીસ માણસો દારૂની હેર ફેર અટકાવવા સારૂ ને.હા.નં-૪૮ ઉપર પટ્રોલીગમા હતા તે દરમ્યાન એલ.સી.બીના અ.પો.કો દિલીપભાઇ ચંદુભાઇને મળેલ બાતમી આધારે અંક્લેશ્વર નર્મદા કેબલ બ્રીજના ટોલટેક્ષ પ્લાઝ વોચમા હતા તે દરમ્યાન બાતમી મુજબની ટ્રક નંબર-RJ 19 GA 2050 ની સુરત તરફથી આવી ભરૂચ તરફ જતા ટોલનાકા ના ટ્રેકમાં આવતા તેને રોકી લઇ ટ્રક ડ્રાઇવર ધનારામ રામચંદ્રજી હરીરામ બિશ્નનોઇ રહે-પુનાસા,ઝાલોર ,રાજસ્થાન તથા ક્લીનર ગંગાવિષ્યુ 5/0 લક્ષ્મણરામ હરીરામ બિશ્નનોઇ રહે- ગડરા,બાડમેર,રાજસ્થાન ને પકડી ટ્રક મા તપાસ કરતા જુદી-જુદી બનાવટ ની વિદેશી દારૂ ની પેટીઓ નંગ
૫૨૨ જેમા ભરેલ કુલ બોટલ નંગ-૮૪૬૦ જેની કુલ કીં.રૂ.૧૭,૬૫,૮૦૦/- ની મળી આવતા ઇંગ્લીશ દારૂ ની બોટલો તથા ટ્રક તેમજ આરોપીઓ ની અંગઝડતી માંથી બે મોબાઇલ ફોન તથા રોકડા રૂપિય તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ.૨૮,૨૪,૬૧૦/- નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે અને અંક્લેશ્વર શહેર પો.સ્ટે મા ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવા મા આવેલ છે.

ઉપરોક્ત પકડાયેલ આરોપીઓની પુછપરછ કરતા ગોવા ખાતે થી ટ્રકમાં દારૂનો જથ્થો ભરી રાજકોટ ખાતે મુદામાલ લઇ જતા હોવાની હકીકત જણાઇ આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY