રાજપીપળામાં દેના બેન્કના એટીએમ ગ્રાહકો મુકાયા મુશ્કેલીમાં  

0
38

જુના એટીએમના બદલે નવા પ્લેટેનિયમ કાર્ડ આપ્યા બાદ પિન  નંબર માટે અટવાતા ગ્રાહકોને બેન્કમાંથી યોગ્ય મદદ પણ મળતી નથી રોડ અટકાવવા બેંક દ્વારા ફ્રોડ બદલાયા હોવાનું જણાવી ગ્રાહકોને નવા એટીએમ કાર્ડ મોકલાયા પરંતુ પિન નંબર ટોલફ્રી નંબર પર જનરેટ ન થતા મુશ્કેલી

રાજપીપળા : રાજપીપળા શહેરમાં આવેલી દેના બેંકની એકજ શાખા છે જેમાં હજારો ગ્રાહકો ખાતા ધરાવે છે એ પૈકી મોટાભાગના ગ્રાહકોના એટીએમના ખાતા છે ત્યારે ટૂંક સમય પેહલા બેંક દ્વારા દરેક એટીએમ ગ્રાહકોને નવા પ્લેટેનિયમ કાર્ડ પોસ્ટ મારફતે મોકલાયા અને એમાં આપેલી સૂચના મુજબ ટોલફ્રી નંબર થકી ગ્રાહકે જાતે એમનો એટીએમ પિન જનરેટ કરવો પડે પરંતુ મહિનાથી આ નંબર પર પિન જનરેટ કરવા પ્રયત્ન કરવા છતાં પિન બનતો ન હોય આ માટે બેંક મેનેજર પાસે જતા ગ્રાહકોને સંતોશકારક જવાબ પણ ન આપી તગેડી મુકવામાં આવે છે ત્યારે ભણેલા ગણેલા ગ્રાહકો જો ટોલફ્રી નંબર પર પોતાના પિન નથી જનરેટ કરી શકતા તો અભણ કે અજાણ ગ્રાહકો શું કરે…? કેમ બેન્કના અધિકારીઓ આ માટે મદદરૂપ થતા નથી…?

બોક્ષ : એટીએમ ખાતું ખોલાવવાનો કોઈ મતલબ નથી : એક ગ્રાહક

રાજપીપળાના એક ગ્રાહકે જણાવ્યું કે મારે પણ આજ તકલીફ આવતા હું બેંક પર ગયો પરંતુ ત્યાં હાજર કર્મચારીઓએ મેનેજરને મળવા કહ્યું પરંતુ મેનેજરને આ તકલીફ કઈ રીતે દૂર થશે એમ પૂછતાં હમ કુછ નહીં કર શકતે નયા પિન તો આપકો હી બનાના પડેગા અગર ફોન સે નહીં હોતા હે તો અપના એટીએમ રાજપીપળા મેં નહીં હે તો કોઈ ઓર સીટી મેં જાકે બનાલો એવો ઉડાઉ જવાબ મળ્યો હતો ત્યારે હવે ગ્રાહકો શું કરે એ સમસ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY