સુરત,તા.૧૮
દેશમાં વડાપ્રધાન મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં દરવર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત દેશના વિવિધ શહેરોને ક્રમ આપવામાં આવે છે. આથી દેશના તમામ મોટા શહેરોમાં સ્વચ્છતાની હરિફાઈએ જન્મ લીધો છે.
જા વાત કરવામાં આવે ગુજરાતના સુરત શહેરની, તો ૧૯૯૪માં પ્લેગની મહામારી પહેલા આ શહેર ગુજરાતનું ગંદૂ શહેર ગણાતું હતું. જા કે ત્યાર બાદ આ શહેર સ્વચ્છતા અંગે જાગૃત થયું અને તેણે પોતાની ગંદા શહેર તરીકેની ઈમેજમાંથી હીરાની નગરી તરીકેની ઓળખ મેળવી હતી. જા કે છેલ્લા થોડા સમયથી સુરતમાં સ્વચ્છતાનો અભાવ જાવા મળી રહ્યો છે, પરિણામે સ્થાનિક કોર્પોરેટરો લોકોને અવનવી રીતે જાગૃત કરતા જાવા મળી રહ્યાં છે.
વર્ષ ૨૦૧૭માં કેન્દ્ર સરકારે જાહેર કરેલા સ્વચ્છ ભારત રેન્કિંગમાં ઈન્દોર પ્રથમ ક્રમે આવ્યું હતું. એ સમયે ગુજરાતના માત્ર ૨ શહેરો સુરત અને વડોદરા જ આ યાદીમાં ટોપ ૧૦માં સ્થાન મેળવી શકિયા હતા. જેમાં સુરત ૪ અને વડોદરાએ ૧૦મો ક્રમ મેળવ્યો હતો.
હાલમાં સુરત શહેર ફરીથી પાછું ગંદુ થવા જઈ રહ્યું છે. શહેરમાં ઠેરઠેર ગંદકીના ઢગ ખડકાયેલા જાવા મળી રહ્યા છે. આવા સમયે શહેરના કોર્પોર્ટર લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા માટે સક્રિય થયા છે. જેમાં સ્થાનિક કોર્પોરેટર દ્વારા લોકોને ગંદકી અટકાવવા માટે કુળદેવીના સોગંધ આપવા પડી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



