સુરત,તા.૧૮
સચીન જીઆઈડીસી ખાતે આવેલી સાંઈનાથ પ્રિન્ટીંગ મિલમાં રાત્રે કોઈક રીતે કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સચીન જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સચીન જીઆઈડીસી રામેશ્વર કોલોની ખાતે રહેતો રાજેન્દ્રકુમાર હલકે કુસ્વાહ(ઉ.વ.૨૪) સચીન જીઆઈડીસી ખાતે આવેલી સાંઈનાથ પ્રિન્ટીંગ મિલમાં કામ કરતો હતો. રાત્રે તે મિલમાં કામ કરતો હતો ત્યારે કોઈક રીતે કંરટ લાગતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેથી તેને તાત્કાલિકા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સચીન જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



