વિક્રમ બાત્રાની ફિલ્મનું ટાઇટલ ‘શેર શાહ’..?!!

0
9

મુંબઈ,તા.૨૫
કારગિલ વારના હીરો મેજર વિક્રમ બાત્રાની બાયો-ફિલ્મને નવું ટાઇટલ અપાઇ રહ્યું હોવાની વાતો કાકટેલ સર્કિટમાં વહેતી થઇ હતી.
હોનહાર અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા આ ફિલ્મ કરી રહ્યો છે. વિક્રમ જે કાલેજમા ભણ્યો હતો એ ચંડીગઢની ડીએવી કાલેજમાં સિદ્ધાર્થ એકાદ બે દિવસમાં શૂટિંગ શરૃ કરશે. હાલ એ પોતાની મરજાવન ફિલ્મનું શૂટિેંગ પૂર્ણ કરવામાં બીઝી છે. ત્યારબાદ એભારતીય લશ્કર દ્વારા યુદ્ધમાં જે પ્રકારના શસ્ત્રાસ્ત્રો વપરાય છે એ વાપરવાની તાલીમ લેવાનું શરૃ કરશે એવી માહિતી એની નિકટનાં સૂત્રોએ આપી હતી. યોગાનુયોગે સિદ્ધાર્થના પિતા પણ ભારતીય લશ્કરમાં હતા. પિતાની ઇચ્છા પુત્રને લશ્કરમાં મોકલવાની હતી પરંત સિદ્ધાર્થને અભિનયમાં રસ પડી ગયો હતો અને ૨૦૧૨માં કરણ જાહર નિર્દેશિત ફિલ્મ સ્ટુડન્ટ આૅફ ધી યરથી એણે અભિનય કારકિર્દી શરૃ કરી હતી.
આ ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રે જણાવ્યા મુજબ આ ફિલ્મને શેર શાહ નામ અપાય એવી શકીયતા છે. પાકિસ્તાની લશ્કરે એકબીજાને મોકલેલા સંદેશામાં મેજર વિક્રમ બાત્રાને ઉલ્લેખ શેર શાહ તરીકે કર્યો હતો એ હકીકત ધ્યાનમાં રાખીને આ ફિલ્મને શેર શાહ ટાઇટલ અપાય એવી શકીયતા હોવાની માહિતી મળી હતી.
દરમિયાન, ફિલ્મ સર્જકો મેજર વિક્રમ બાત્રાની ગર્લફ્રેન્ડ ડિમ્પલ છીમાના પાત્ર માટે હીરોઇન ગોતી રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY