મિશન ગગનયાનઃ જાનવર નહીં પરંતુ માનવ રોબોટને અંતરિક્ષમાં મોકલશે ઈસરો

0
17
કેન્દ્રએ આ પરિયોજના માટે ૧૦ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે
ન્યુ દિલ્હી,તા.૧૮
ઈસરોના મહત્વપૂર્ણ મિશન ગગનયાનને સફળ બનાવવા તૈયારીઓ શરૂ થઈ છે. મિશન ગગનયાનમાં ઈસરો અંતરિક્ષયાત્રી મોકલે પહેલા બે વખત ટેસ્ટિંગ માટે પશુ નહી પરંતુ મ રોબોટને અંતરિક્ષમાં મોકલવાની તૈયારી ઈસરોએ કરી છે. ઈસરોના અધ્યક્ષના મતે આ રોબોટ લગભગ તૈયાર છે. તેઓએ કહ્યું કે ઈસરો નો રોબોટ તે તમામ કામ કરવામાં સક્ષમ હશે જે એક માણસ કરી શકે છે.
તેમણે કહ્યું કે અમે તે દર્શાવવા ઈચ્છીએ છીએ કે પહેલી ફ્લાઈટ પણ ખાલી નહી જાય. પણ અમે હ્યુમોનાયડના મોડલનો ઉપયોગ કરીશું. ઈસરોના અધ્યક્ષના મતે ગગનયાનની ડિઝાઈન આગામી સપ્તાહ સુધી બનીને તૈયાર થઈ જશે.
કેન્દ્રએ આ પરિયોજના માટે ૧૦ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે. બે માનવ રહિત સ્પેસ મિશનનું લક્ષ્ય ડિસેમ્બર ૨૦૨૦ અને જુલાઈ ૨૦૨૧ રાખવામાં આવ્યું છે. તો માનવ સાથેનું ગગનયાન મિશન માટે ડિસેમ્બર ૨૦૨૧નો સમય નક્કી કરાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY