મુંબઈ,તા.૧૮
નરેન્દ્ર મોદી સરકારના ખેલ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડે એક એવું કામ કર્યું છે કે જેના વખાણ બોલીવુડના ખિલાડી અક્ષય કુમાર પણ કરી રહ્યાં છે. રાજ્યવર્ધન રાઠોડે રમત ક્ષેત્રમાં ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા માટે કેટલાક એવા કડક પગલા લીધા છે. રાઠોડે રમત વિભાગ અને મંત્રાલયના અમુક ભ્રષ્ટાચારી અધિકારીઓના નામ એજન્સીને આપ્યા છે. જેથી તેમની સામે તપાસ હાથધરવામાં આવી શકે. રાઠોડે એક વીડિયો શેયર કરીને આ વાતની માહિતી આપી છે અને કહ્યું કે કેન્દ્રમાં સરકાર હોવાના કારણે અમે ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે પ્રતિબદ્ધ છીએ. તેથી જ્યારે અમને જાણ થઈ કે રમત અને યુવા મંત્રાલયના વિભાગોમાં અમુક ભ્રષ્ટ અધિકારીઓ છે તો અમે તેમની માહિતી એજન્સીને આપી છે અને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે.
રાઠોડે વધુમાં જણાવ્યું કે ભ્રષ્ટાચાર માટે અમે ઝીરો ટોલરેંસની નીતિ પર સતત કામ કરતા રહીશું. રાઠોડના આ નિવેદન બાદ અક્ષય કુમારે કહ્યું કે,‘રમત જગતમાં ભ્રષ્ટચારને સમાપ્ત કરવા માટે સરકારના પ્રયાસો ખરેખર પ્રશંસાપાત્ર છે. ભ્રષ્ટાચારને મૂળથી સમાપ્ત કરવા માટે આ મહત્વનું પગલું છે. જેથી દેશમાં રમત ક્ષેત્રને એક નવી દિશા મળશે. અમને તમારા પર ગર્વ છે.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



