મુંબઇ,તા.૧૮
મુંબઈના પરાવિસ્તાર નાલાસોપારામાં એક ૧૩ વર્ષના કિશોરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ કિશોરે ગળાફાંસો ખાવાની સમગ્ર યોજના આ કૃત્ય કરતા પહેલા તેની નોટબોકમાં નોંધી છે, તેનો ડેમો બનાવ્યો છે અને પછી પંખા ઉપર લટકી ગયો છે!
આ કિશોરે નોટબુકમાં ચિત્રિત ડેમો મુજબ જ આત્મહત્યા કરી લીધી છે. આ કિશોરની નોટબુકમાં પંખાના ચિત્ર સાથે તેના ઉપર ગાળિયો બાંધવાની અને ગળેફાંસો ખાવાનો સમય પણ લખેલો છે. તદનુસાર, તેના ગળેફાંસો ખાવાનો સમય બપોરે ૧૨ કલાકનો છે.
આ ઘટનાની તપાસમાં પોલીસ લાગી ગઈ છે. અત્યારે એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે આ કિશોરે શા માટે આત્મહત્યાનું પગલું ભર્યું. આ કિશોરના પરિવારજનો પણ સમજી નથી શકતા કે આ બધું તેને ક્યાંથી શીખ્યું હશે. પોલીસ કિશોરની નોટબુક, પુસ્તકો અને કોમ્પ્યુટરની તપાસની સાથે તેના કુટુંબીજનો અને મિત્રોની પણ પૂછપરછ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



