કારના આગળના બોનેટમાં કપિરાજ ફસાઈ જતા તેનું રેસ્ક્યુ કરાવી જીવ બચાવ્યો.

0
26

વડોદરા અમદાવાદ એકક્ષપ્રેસ હાઈવે પર ચાલતી કાર સાથે આગળના ભાગે કપીરાજ અથડાઈને ફસાઈ જતા કારની નુકશાની ચિંતા કર્યા વગર કપીરાજનું રેસ્ક્યુ કરીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.

બનાવની મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અમોદના માતર ગામના વતની મહેન્દ્રસિંહ ગોહિલ તેમની પત્ની સાથે પોતાની કાર લઈને શુક્રવારના રોજ આણંદ કામ અર્થે જઈ રહ્યા હતાં. તે દરમિયાન વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ચાલતી ગાડીમાં ધડાકા ભેર કોઈ
અથડાયુ હતું અવાજ તાત્કાલિક વાહન ચાલકે કારને ઉભી રાખી દીધી હતી.અને આગળ આવીને જોતા તેમના હોશ ઉડી ગયા હતા.

એક મોટા કપીરાજ કારના બોનેટની અંદર ફસાઈ ગયેલા નજરે પડ્યા હતાં. મહેન્દ્રસિંહે તાત્કાલિક વાહન ચાલકોને ઉભા રખાવતા કપીરાજને બહાર કાઢવા ભારે મસકત કરી હતી. પરંતુ તે બહાર ના નીકળી શક્યો હતો.જેથી કારના માલિકે પોતાની કારને નુકશાનની ચિંતા કર્યા વગર આગળનું બોનેટના મડગાર્ડ તોડીને કપિરાજનું રેસ્ક્યુ કરીને સલામત રીતે બહાર કાઢ્યા હતાં. જેવા કપીરાજ બહાર નીકળ્યા તેવાજ ખુલ્લાં ખેતરોમાં ભાગી જતા કારના માલીક અને મદદ કરનારાઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

ધનંજય ઝવેરી :-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY