ખાતમુહુર્ત માટે મંડપ ન બનવા દેતા ઘર્ષણ : પોલીસે સુરક્ષા વધારી મંડપ ઉભો કરાવ્યો : છતાં ગ્રામજનો ભજન કરી વિરોધ નોંધાવે છે
રાજ્યસરકાર સંપાદિત જમીનો અને આપેલ વળતરનો પુરાવો આપે ત્યારે અમે ખાલી જમીન કરીશુ :ગ્રામજનોનો હુંકાર
રાજપીપળા :નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યારથી સ્થાનિક આગેવાનો વિરોધ કરતા આવ્યા છે, જેમણે નર્મદા ડેમ, કે સ્ટેચ્યુ નો વિરોધ નથી કર્યો પણ તેમને સરકારની નીતિનો વિરોધ કર્યો છે આજે કરોડોની જમીનો સરકારે મીઠાના ભાવે લઇ લીી તેનું સારું વળતર આપો જમીનો સામે જમીનો, નોકરી ધંધા રોજગાર માટેની તકો આપો પણ આ માંગ સ્વીકારવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી, ત્યારે આજે સરકાર કેવડિયા ગામની જમીન પર હરિયાણા ભવન બનાવવા જઈ રહી છે અને જેનું ખાતમુહ્રત હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કરશે ત્યારે ખાતમુહર્તના મંડપ બનવા મુદ્દે કેવડિયા ગ્રામજનો અને પોલીસ વચ્ચે આજે ઘર્ષણ થયું હતું અને પોલીસે બંધોબસ્ત વધારી મંડપ ઉભો કરવો પડ્યો હતો.
જોકે આજે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની સાથે હરિયાણાના જાહેર બાંધકામ વિભાગના મંત્રી રાવનરબીર સિંઘ અને ઉદ્યોગમંત્રી વિપુલ ગોયેલ તથા ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ દેવેન્દ્ર સિંઘ અને જાહેર બાંધકામ વિભાગના એન્જિનીયર ઇન ચીફ રાકેશ મનોચા સહિત અન્ય અધિકારીઓ પણ આવશે. ત્યારે તેઓ કેવી ડિઝાઇન માં ભવન બનાવશે કેટલું બજેટ થશે જે સમગ્ર બાબત આજે નક્કી કરીને જશે, જેમની સાથે રાજ્ય સરકારના પ્રતિનિધિ ગુજરાતના વન અને પ્રવાસન વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવા પણ ઉપસ્થિત રહેશે.ત્યારે આજે ઘર્ષણ થવાના એંધાણ વચ્ચે ખાત મુહર્ત કેવી રીતે થશે તે જોવું રહ્યું સાથે આદિવાસી આગેવાનોને પોલીસ કેવી રીતે કંટ્રોલ કરે છે તે પણ એક સળગતો સવાલ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





