કટિંગ સમયે પોલીસની રેડ, ૩૮.૭૭ લાખ નો મુદ્દામાલ કબજે
૩૭૨ પેટી દારૂ, ટ્રક-ટ્રેક્ટર.મોટરસાયકલ,સહિતનો મુદામાલ ઝડપી લેવાયો ,ગાજરની આડમાં દારૂનો જથ્થો લાવ્યાનો ઘટસ્ફોટ
હળવદના કોયબા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી ટ્રકમાંથી દારૂનું કટિંગ ચાલતું હોય ત્યારે પોલીસની ટીમ ત્રાટકી હતી અને બુટલેગરોમાં નાસભાગ મચી હતી જેમાં આઠ ઈસમો નાસી ગયા હતા તો પોલીસે એક શખ્શને ઝડપી લઈને દારૂ ભરેલ ટ્રક, એક ટ્રેક્ટર અને મોટરસાયકલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે
બનાવની મળતી માહિતી મુજબ બુટલેગરો નીતનવા કીમિયા અપનાવીને દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડી દેતા હોય છે જેમાં ગત રાત્રીના સુમારે ગાજરની નીચે દારૂનો જંગી જથ્થો છુપાવીને છેક હળવદ સુધી હેમખેમ પહોંચી ગયો હતો અને કોયબા ગામની સીમમાં દારૂનું કટિંગ ચાલતું હોય ત્યારે હળવદ પોલીસની ટીમે બાતમીને આધારે દરોડો કર્યો હતો જે દરોડાને પગલે બુટલેગરોમાં નાસભાગ મચી હતી અને આઠ ઈસમો નાસી ગયા હતા જોકે દારૂ ભરેલ ટ્રક ઝડપી લઈને પોલીસની ટીમે ગણતરી માંડી હતી જેમાં કુલ ૩૭૨ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા દારૂનો જંગી જથ્થો, ઉપરાંત એક ટ્રક, ટ્રેક્ટર અને મોટરસાયકલ સહીત કુલ .38.77 લાખની કિમતનો મુદામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી લેવાયો છે
તો જંગી દારૂનો જથ્થો ક્યાંથી મંગાવ્યો હતો અને કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ ચલાવી છે તો જંગી દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગરની પણ શોધખોળ આદરી છે.
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





