૨૦૧૯ની લોકસભાની ચુંટણી સાવ ઢુકડી છે ત્યારે વિપક્ષની એકતાનું ઝાળું ભાજપને ઝાળ જેવું લાગે છે . આવા સમયે ઈવીએમ મશીન અંગે લાંબા સમયથી ચાલતા વિવાદનો મોટો મધપુડો હવે છંછેડાયો છે . લંડન ખાતે એક અમેરિકન હેકરે ૨૦૧૪નિ ચુંટણી ભાજપ ઈફસ્ હેક કરીને જ્વલંત વિજય મેળવ્યો હોવાનો દાવો કર્યો છે . તેમણે પત્રકાર પરિષદ યોજીને ભાજપ જ નહિ પરંતુ ચુંટણી પંચ અને રિલાયન્સને પણ છાંટા ઉડાવ્યા છે. ભાજપ દર વખતની માફક આ આક્ષેપને કોંગ્રેસ પ્રાયોજિત કાવતરું ગણાવી રફે દફે કરવા માંગે છે. પરંતુ હેકર સૈયદ સુજે જે ૧૧ વ્યકિતઓની હત્યા અંગે કરેલા આક્ષેપો દાળમાં કંઈ કાળું હોવાનો અણસાર આપે છે .
ભાજપને ઈવીએમનો બચાવ કરવા માટેનું કોઈ કારણ તો હોવું જ જાઈએ . જા ભાજપને તેનાથી ફાયદો થતો ન હોય તો બેલેટ પેપર હોય કે ઈવીએમ તેમને શું ફરક પડે ? ભાજપના થોડા મિત્રો સાથે આ ઈવીએમ દેવતાના ચમત્કારો અંગે વાતચીત થઇ . એક નેતાએ હળવા મૂડમાં કહ્યું “ અલ્યા , આમાં ઈવીએમ મશીન થી કોઈ ફાયદો નથી . પણ ઈવીએમ દેવતાના ચમત્કારોની કથાઓ જે કોંગ્રેસના નેતાઓ કરે છે , તેનાથી અમને ચોક્કસ ફાયદો છે . એમાં એવું છેને , કે અમારો કોઈ નેતા નારાજ હોય અને અમારા જ કોઈ ઉમેદવારને હરાવવા બળવો કરવા માગતો હોય , તો આ ઈવીએમ દેવતા તેને રોકે છે . ભાઈ , તું કશું નહિ કરી શકે આ ઈવીએમના ચમત્કારથી ઉમેદવાર જીતી જવાનો છે. આ ચમત્કારની કથાથી અમને આવો સીધો ફાયદો છે . સૌ કોઈ એમ જ માને છે કે અમારા મોટા નેતા ઈવીએમમાં ગોઠવણ કરીને પાર્ટીને જીતાડી દેવાના છે . અન્ય એક નેતાને પૂછતાં તેમણે કહ્યું કે આમાં હેકિંગ બેકિંગ ની મને ખબર નથી . પણ એટલું ચોક્કસ કે બેલેટ પેપર કરતા ઈવીએમથી બોગસ ડબલ ઝડપથી કરી શકાય છે . કંટ્રોલ મશીન નો કબજા મેળવીને છેલ્લા અર્ધા કલ્લાકમાં અમે ૧૦ ટકા મત ઉમેરી દઈ શકીએ છીએ . જેથી ઈવીએમનો ફાયદો અમને છે , તેમ વિરોધ પક્ષ પણ જ્યાં સત્તામાં હોય ત્યાં તેમને પણ છે . બુથ કબજે કરવાની જેની તાકાત તેને ઈવીએમનો મોટો ફાયદો થાય છે . ચુંટણી પંચ ગમે તેટલાં અધિકારીઓને મોકલે બુથની અંદરની કરામત રાજકારણીઓ કરી જ લેતા હોય છે . ગુજરાતમાં સ્થિતિ એ છે કે કોંગ્રેસ પાસે પક્ષના વફાદાર કાર્યકરો જ એટલા નથી હોતા કે બુથમાં તેમને બેસાડી શકે . ૫૦૦ રૂપિયા આપીને કોઈને બેસાડ્યા હોય, જે ભાજપના બીજા ૫૦૦ રૂપિયા મળતા ઉભો થઈને જતો રહે છે . કિયાક ડારો પણ દેવો પડે . પણ આવું બધું ગોઠવાઈ જતું હોય છે . બુદ્ધિજીવી વર્ગ એવું મને છે કે જા વિશ્વના વિકસિત દેશો ઈફસ્ પર ભરોસો કરી શકતાં ન હોય તો આપણે ઈવીએમનો મોહ છોડી દેવો જાઈએ . મશીન આખરે મશીન છે. પરંતુ ચુંટણી પંચ જે રીતે ઈવીએમનો બચાવ કરે છે તેનાથી ચુંટણી પંચના નિષ્પક્ષ ચુંટણીના દાવાનો છેદ ઉડી જાય છે . આટલા બધા વિવાદ અને આક્ષેપો પછી ચુંટણી પંચે પણ બેલેટ પેપરથી ચુંટણી યોજવાનું મન બનાવી લેવું જાઈએ .
આ માટે તંત્રને વધુ સજ્જા કરવું પડે કે મતદાનના તબક્કા વધારવા પડે તો વધારીને પણ ચુંટણી પરિણામો શંકાથી પર રહે તે લોકશાહી દેશ માટે અનિવાર્ય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




