વાયબ્રન્ટ સમિટ સમારોહ પૂર્ણ, બેરોજગારીનો કોઈ ઉકેલ નહિ

0
8

ગુજરાતમાં ૨૦૦૩ થી શરુ થયેલા ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ પ્રતિ બે વર્ષે વધુ ને વધુ ખર્ચાળ અને નવીની કરણ સાથે આગળ વધે છે . છેલ્લા પંદર દિવસથી વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવા મૂડી રોકાણ અંગે સપ્તરંગી ચિત્રો પત્રકાર પરિષદમાં જાહેર કરી રહ્યા હતા . દરેક પત્રકાર પરિષદમાં ઉચ્ચ અધિકારીઓએ પત્રકારોના રોજગારી સંદર્ભે પુછાતા પ્રશ્ને મો છુપાવવું પડતું હતું . કારણકે અધિકારીઓ નેતાઓ મંત્રીઓની માફક જુઠનો આશરો લઇ શકતાં નથી . શ્રમ અને રોજગાર વિભાગનો હવાલો સંભાળતા અગ્ર મુખ્ય સચિવને પણ જા રોજગારીના પ્રશ્ને મો સંતાડવું પડતું હોય , તો ફહી વાયબ્રન્ટ સમિટના આવા અબજાના ખર્ચે થતાં મેળવડા કોના લાભાર્થે યોજાઈ રહ્યા છે તેવો પણ પ્રશ્ન ઉભો થાય છે . મુખ્ય સચિવે પત્રકારના અસવાલના જવાબમાં એવું કહ્યું હતું કે ગુજરાતમાં જે પણ નવા કારખાના ઉભા થઇ રહ્યા છે તે વાયબ્રન્ટ સમિટ ન કારણે તો છે . પરંતુ જયારે તેમને પૂછવામાં આવ્યું કે ૧૯૯૫ સુધી ગુજરાત અને મહારાષ્ટÙ રાજ્ય મૂડી રોકાણમાં નંબર વનની હરીફાઈ કરતા રાજ્ય હતા.
આજે ગુજરાત પાંચમાં – છઠ્ઠા સ્થાને પહોચી ગયું છે . તેનું કારણ શું ? તો તેઓ પણ જવાબ આપી શkiya ન હતા . મૂડી રોકાણ ગમે તેટલાં લાખ કરોડના આવે , પરંતુ ગુજરાતમાં રોજગારી માટે કોઈ ચોક્કસ અને કડક નીતિ અખત્યાર થશે નહિ , ત્યાં સુધી ગુજરાતીઓને આ મોટી કંપનીઓ રોજગારી આપશે નહિ. કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ગુજરાતના યુવાનોનું કોન્ટ્રાકટરો દ્વારા થતું શોષણ રોકવા સરકારે કોઈ જ કદમ ઉઠાવ્યા નથી . જેથી ગુજરાતમાં સહુથી વિકરાળ સમસ્યા શિક્ષિત બેરોજગારીની છે. ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારો રોજગારીના બચાવમાં ‘ સ્ટાર્ટપ ઈન્ડિયા ’ યોજનાને આગળ ધારે છે. પરંતુ તે યોજનામાં બેન્કોની અવળ ચંડાઇ જરા પણ ઓછી થઇ નથી . એક યુવાને પોતાની મૂડી સ્ટાર્ટપ ઇન્ડિયા યોજનાનો લાભ લેવા કચેરીઓમાં ધક્કા ખાવામાં અને વચેટિયા તથા કર્મચારીઓને ચા – નાસ્તામાં ખર્ચી નાખ્યા , છતાં તેનો પ્રોજેક્ટ મંજુર થયો નહિ . સરકાર સારા શબ્દોથી યોજનાને વાઘા પહેરાવે છે , પરંતુ વાસ્તવિક્તા કંઇક અલગ જ હોય છે . યોજનાઓ ગમે તેટલી સારી જાહેર કરો , પરંતુ તેના લાભાર્થીને સીધો લાભ ન મળી શકે તો યોજના સફળ થતી નથી . ગુજરાતના મુખ્યમંત્રી એ યોજનાની જાહેરાતોનો રેકોર્ડ તોડ્યા છે . પરંતુ પ્રજાને ખુશ કરી શકિયા નથી . પ્રજાની નાડ પારખીને તેમની પ્રાથમિકતા તપાસ્યા વિના , પક્ષ કે કોઈ ચોક્કસ વ્યકિત કે સમુહને લાભ કરાવી આપવા થતી યોજનાથી પ્રજા સરકાર પર વરસી જતી નથી . હવે ભાજપ પાસે રાત થોડી અને વેસ જાજા જેવી સ્થિતિ છે . જાઈએ વિપક્ષને સફળ થવા માર્ગ કરી આપે છે , કે ભાજપ પોતાના માર્ગના અવરોધો દુર કરે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY