શાહરુખ માટે રણબીર કોન્સ્ટેબલનો રોલ પ્લે કરવા તૈયાર

0
5

મુંબઈ,તા.૨૯
મુંબઈ પોલીસ માટેની ઉંમગ ૨૦૧૯ ઇવેન્ટમાં રણબીર કપૂર અને શાહરુખ ખાન સ્ટેજ પર એક સાથે હતા. વાસ્તવમાં આ બંને એક્ટર્સને એ વાતનું આશ્ચર્ય થયું હતું કે, શા માટે તેમને તેમની કરિઅરમાંકિયારેય પોલીસ ઓફિસરનો રોલ પ્લે કરવા મળ્યો નથી.
અહીં રણબીરે કહ્યું હતું કે, ‘થોડાં વર્ષ પહેલાં મારી એક ફિલ્મ બોક્સ-ઓફિસ પર સુપરફ્લોપ થઈ હતી. એ સમયે એક પોલીસવાળાએ મારી કારને રોકી હતી. એ પછી તેમણે જાયું કે, કારમાં હું છું. એટલે તેણે પહેલાં મારી સાથે એક ફોટોગ્રાફ કિલક કર્યો હતો અને અડધા કલાક સુધી લેક્ચર આપ્યું હતું કે, હું કેવી રીતે ખોટી ફિલ્મ્સ પસંદ કરું છું અને મારે પોલીસ યુનિફોર્મવાળી એક ફિલ્મ કરવી જાઈએ. જાકે, મને આજ સુધી પોલીસવાળી ફિલ્મ ઓફર થઈ જ નથી.
આ વાત સાંભળીને શાહરુખ રણબીરને સવાલ કરે છે કે, તું કેટલાં વર્ષથી કામ કરે છે રણબીર. રણબીરે જણાવ્યું હતું કે, દસ વર્ષ. એના જવાબમાં શાહરુખે કહ્યું હતું કે, ‘હું ૨૬ વર્ષથી ફિલ્મ્સમાં કામ કરું છું અને મેં આજ સુધી પોલીસમેનનો રોલ પ્લે કર્યો નથી. એટલે પહેલાં હું કરીશ, પછી તું કરજે. એ પછી રણબીરે કહ્યું હતું કે, ‘તમે જ્યારે પોલીસ ઓફિસર બનજા ત્યારે હું તમારો કોન્સ્ટેબલ બનીશ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY