ભુજ કચ્છ: પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા સાહેબ,પશ્ચિમ કચ્છ ભુજની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના માણસો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભુજ શહેર વિસ્તારના ભઠારા ફળીયા, ઠુઠાવાડી વંડીમાં અમુક ઇસમો જાહેરમાં ધાણી પાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડતા હોય જે બાતમી અન્વયે રેડ કરતા (૧) કાદર અકબર મેમણ, ઉ.વ.૨૭, રહે.સુરલભીઠ રોડ, મેમણ કોલોની, ભુજ (ર) ઇમતીયાઝ મામદહુસેન ચાકી, ઉ.વ.૩૪, રહે.સુરલભીઠ રોડ, તહાનગર, ભુજ (૩)અમીન સીધ્ધીક ગગડા, ઉ.વ.૩૦, રહે.દાદુપીર રોડ, ભુજ (૪)સરફરાજ રજાક ખાટકી, ઉ.વ.૨૪, રહે.ખાટકી ફળીયુ, ભુજ વાળાઓને રોકડા રૂા.૪૨,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૪, કિં.રૂા.૨૦,૫૦૦/- તથા ધાણી પાસા નંગ-ર, કિં.રૂા. ૦૦/- એમ કુલ્લે રૂપિયા ૬૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી તમામ આરોપીઓ વિરૂધ્ધ ભુજ શહેર એ ડી.વી.પો.સ્ટે. ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ગૌતમ બુચિયા રિપોર્ટર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




