સુરત, તા. ૩૦
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આજરોજ સૂરત ખાતે ત્રિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્નાં છે. વડાપ્રધાનશ્રી બપોરે ૧.૨૬ વાગે સૂરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. રૂ.૩૫૪ કરોડના ખર્ચે સૂરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ ભવનના વિસ્તરણ સહિત નવા ટર્મિનલ બિલ્ડીંગનું ભૂમિપૂજન કર્યુ હતું. વડાપ્રધાનશ્રી અમદાવાદ અને વડોદરા પછી ગુજરાતના ત્રીજા નંબરના સૌથી વ્યસ્ત સુરત હવાઇમથકના પાર્કિંગનું પણ ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રીશ્રીના હસ્તે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારના ૧૦૫૮.૬૫ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલા તથા નિર્મિત થનાર વિવિધ પ્રકલ્પોની તકતીઓની અનાવરણવિધિ સંપન્ન થશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, મહેસુલમંત્રીશ્રી કૌશિકભાઈ પટેલ, આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી તથા મેયરશ્રી જગદીશ પટેલ ઉપસ્થિત રહ્ના હતાં.
સુરત શહેરમાં શતાબ્દી ઉપરાંતથી કાર્યરત અગ્રણી સેવા સંસ્થા અશકતાશ્રમ કેમ્પસમાં રૂ. ૪૦ કરોડના ખર્ચે નવનિર્મિત શ્રીમતી રસીલાબેન સેવંતીલાલ શાહ –‘વિનસ હોસ્પિટલ’નું લોકાર્પણ કરશે. હોસ્પિટલમાં અદ્યતન આઈ.સી.યુ., હદયરોગની સારવાર માટે અદ્યતન કેથલેબ અને મોડયુલર ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. મા અમૃત્તમ, મા વાત્સલ્ય યોજના તથા આષ્યુમાન ભારત યોજનાઓને જોડવામાં આવી છે. હોસ્પિટલમાં અદ્યતન આઈ.સી.યુ., હદયરોગની સારવાર માટે અદ્યતન કેથલેબ અને મોડયુલર ઓપરેશન થિયેટર તથા સ્પેશિયલ રૂમ જેવી સવતલ ધરાવતા વાતાનુકૂલિત જનરલ વોર્ડ છે. નિષ્ણાંત ડોકટરો દ્વારા એન.એ.બી.એસ.ના ધોરણો અનુસાર ઉચ્ચ ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ થશે.
વડાપ્રધાનશ્રી સાંજે ૬.૧૦ વાગે ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યુથ પ્રોગ્રામ અંતર્ગત રિવોલ્વિંગ સ્ટેજ પરથી શહેરના તબીબો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટ એકાઉન્ટરો, પ્રોફેસરો સહિત યુવાઓ સાથે સીધો સંવાદ કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




