મુંબઈ જળબંબાકાર બનતા ૯૦ ટ્રેનો અને ૨૩૬ ઉડાન રદ, ડબ્બાવાળાઓની સેવા પણ બંધ

0
68

(જી.એન.એસ)મુંબઈ,તા.૧૦
હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ છે. શહેર અને ઉપનગરોમાં તેમજ પડોશના થાણે, પાલઘર જિલ્લાઓ અને નવી મુંબઈમાં ગઈ કાલ આખી રાત વરસાદ ચાલુ રહ્યો હતો અને હજુ જાર યથાવત્ છે.
ભારે વરસાદને કારણે પડોશના પાલઘર જિલ્લાના વસઈ અને વિરાર વચ્ચે ટ્રેન સેવા સંપૂર્ણપણે બંધ છે. નાલાસોપારા સ્ટેશનના પાટા પર આજે પણ પાણી ભરાયા હોવાથી વસઈ અને વિરાર વચ્ચે અપ-ડાઉન બંને ટ્રેન સેવા બંધ છે. વસઈથી ચર્ચગેટ તરફનો ટ્રેનવ્યવહાર ચાલુ છે, પણ ટ્રેનો ૧૫-૨૦ મોડી દોડે છે. મધ્ય અને હાર્બર લાઈન પરની ટ્રેનસેવા પણ ૨૦ મિનિટ જેટલી મોડી છે.
દહિસર પૂર્વમાં આવેલા એન.જી. પાર્ક વિસ્તારમાં ૩ ઘર જમીનદોસ્ત થયાનો અહેવાલ છે. અÂગ્નશામક દળના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સદ્દભાગ્યે એ ઘરોમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાનિ થઈ નથી.
વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ મેનેજરે જણાવ્યું કે, નાલા સોપારાના રેલવે સ્ટેશનના ટ્રેક પર પાણી ૧૮૫ મિમી કરતા વધારે ભરાઈ ગયું છે. તેના કારણે લોકલ ટ્રેન ખૂબ ધીમી ચાલી રહી છે. એસી ટ્રેન સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. વિરાર અને બોરિવલીની વચ્ચે પણ ટ્રેનો ચાલતી નથી. મુંબઈ મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે ૨૦ દિવસોમાં સીઝનનો ૫૦ ટકા વરસાદ પડી ગયો છે.
ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું. અહીં વરસાદના કારણે ૯૦ ટ્રેનો રદ કરવામાં આવી છે. જિલ્લા અધિકારીના જણાવ્યા પ્રમાણે પાલઘર જિલ્લાના વસઈમાં પાણી ભરાઈ જવાના કારણે અંદાજે ૩૦૦ લોકો તેમના ઘરમાં ફસાઈ ગયા છે. ઘણી સ્કૂલોમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે. પશ્ચિમ રેલવેના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અમુક રેલના પાટા પાણીમાં ડુબી ગયા છે અને તેના કારણે રેલવે વ્યવહાર ઠપ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે ડબ્બાવાલાએ તેમની સર્વિસ પણ રદ કરી દીધી છે. ભારે વરસાદના કારણે ૧૨ ટ્રેનો અને ૨૩૬ ઉડાન રદ કરવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY