ડીંડોલી ગોવિંદ નગરમાં ઉછીના રૂપિયા બાબતે એકનું ચપ્પુ મરાયું

0
5

પેટમાં ચપ્પુના ઘા ઝીંકી દેવાતા યુવકની હાલત ગંભીર
સુરત, તા. ૩૧
ડીંડોલી ગોવર્ધન નગરમાં ઉછીના રૂપિયા બાબતે ઝઘડો કરી બે જણાંએ એક વ્યકિતને ચપ્પુના ઘા ઝીંકી માર માર્યાનો બનાવ ડીંડોલી પોલીસ મથકે નોંધાયો હતો.
ડીંડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવાગામ ડીંડોલી ગોવર્ધન નગરમાં રહેતા દેવેન્દ્ર શાંતારામ પાટીલેં આરોપી દીપલો રાજુ રાઠોડ, ધમલો રાજુ (રહે. ગોવર્ધન નગર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીની ભાઈ જગદીશે સાથે આરોપીઅોએ ઉછીના પૈસા બાબતે ઝઘડો કરી પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે ડીંડોલી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY