સગરામપુરાના યાર્નના વેપારી પાસે માલ ખરીદી ૪૧.૩૦ લાખની ઠગાઈ

0
10

ઉઘરાણી કરાતા ધમકી મળતા લસકાણાના ત્રણ વિરુદ્ધ અઠવા પોલીસમાં ફરિયાદ
સુરત, તા. ૩૧
ત્રણ વેપારીએ વિશ્વાસ આપી યાર્નનો માલ ખરીદી બાકી રૂપિયા ૪૧.૩૦ લાખનું પેમેન્ટ કરવાને બદલે વેપારીને મારી નાખવાની ધમકી આપી હતી.
અઠવા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સિટીલાઈટ રોડ મોનાલિસા પાર્કમાં રહેતા સંજય બીપીનભાઈ અગ્રવાલે આરોપી ચંદ્રેશ કે. કુકડીયા (જે.પી. ટેક્ષટાઈલ્સ) કુરજી એન કુકડીયા (શૈલેષ ટેક્ષ્ટાઈલ્સ), હેન્સી ટેક્ષ્ટાઈલ્સના પ્રોપ્રાઈટર) લસકાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરિયાદીની સગરામપુરા જીવનદીપ કોમ્પલેક્ષ ખાતેની ઓફિસે આવી વિશ્વાસ આપી રૂપિયા ૧,૨૮,૬૮,૨૨૫ની કિંમતનો યાર્નનો જથ્થો ખરીદી કર્યો હતો. જે અંગે આરોપીઓએ રૂ. ૫૭,૩૭,૩૮૩ ચૂકવ્યા હતા. જ્યારે બાકીના રૂપિયા ૪૧,૩૦,૮૪૩ નહીં ચૂકવતા ફરિયાદીએ બાકી પેમેન્ટની ઉઘરાણી શરૂ કરી હતી, પરંતુ પેમેન્ટ ચૂકવવાને બદલે મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે અઠવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY