બિલ્ડરની કારનો કાચ તોડી રોકડા રૂ. ૬.૭૭ લાખની ચોરી થતા ચકચાર

0
4

પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી
સુરત, તા. ૩૧
કામરેજ-અબ્રામા ગામના યોગેશ્વર ફાર્મમાં પાર્ક કરેલી એક કારમાંથી બેગમાં મૂકેલા રૂ. ૬.૭૭ લાખના રોકડાની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકે નોંધાયો હતો. અજાણ્યા ઈસમે કાચ તોડી રોકડા રૂપિયાની ચોરી કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના વતની અને હોલ વરાછા સાધના સોસાયટીમાં રહેતા અનિલકુમાર કાનભાઈ વાઘાણી કન્સ્ટ્રકશન સાથે સંકળાયેલા છે. તેઓએ પોતાની કાર જીજે-૦૫-સીએસ-૧૬૪૬ કામરેજ- અબ્રામા ગામ યોગેશ્વર ફાર્મમાં પાર્ક કરી હતી. ગતરોજ સાંજના સુમારે તેમની કારના કાચ તોડી અજાણ્યા ઈસમોએ બેગમાં મૂકેલા રૂ. ૬.૭૭ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કામરેજ પોલીસ મથકમાં અનિલકુમાર વાઘાણીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી-૩૭૯ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ એકત્ર કર્યા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY