મેયર ડૉ. જગદીશ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
સુરત, તા.૩૧
શ્રી સુરત મોઢવણિક સમસ્ત પંચ સુરત સંચાલિત ‘‘જયબાળા પ્રવિણચંદ્ર ખાટીવાલા મોઢવણિક ભવન’’ના ઉદ્ઘાટન સમારંભમાં જ્ઞાતિના સમાધાન કમિટીના કન્વીનર તથા સુમુલ ડેરી રોડના સામાજિક કાર્યકર મહેશ આઈ. ડોક્ટરની ઉપસ્થિતિમાં ‘‘જયબાળા પ્રવિણચંદ્ર ખાટીવાલા મોઢવણિક ભવન’’ની લોકાર્પણ વિધિ કરી અને ભુદેવના મંત્રોચ્ચાર વડે વાતાવરણ પવિત્ર બની ગયું હતું અને સુરત શહેરની જાહેર જનતા માટે ખુલ્લુ મુકવાની ઘોષણા કરી હતી. તે દરમ્યાન શ્રી સુ.મો.વ. જ્ઞાતિનાં પ્રમુખ હસમુખલાલ લાલવાલાએ જ્ઞાતિનો તથા નવી પાલવાડીનો એ ટુ ઝેડ સુધીનો ઈતિહાસ રજૂ કર્યો હતો. ત્યારબાદ મુખ્ય પ્રવચન વક્તા બિપીનચંદ્ર લાપસીવાલા, પ્રવિણચંદ્ર ખાંટીવાલા, ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી તથા મેયર પણ ખાસ પધારેલ હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



