જો કે ડ્રાઇવિંગ ટ્રેક ઉપરની કામગીરી યથાવત્ રહેશે
સુરત,તા.૨૧
લોકસભાની ચૂંટણીને લઈને આરટીઓ કચેરીને લગતી કામગીરી આવતીકાલ સોમવાર તા.૨૨ થી ૨૪મી સુધી ત્રણ દિવસ દરમ્યાન બંધ રહેનાર છે. જા કે ડ્રાઇવિંગ ટ્રેક ઉપરની કામગીરી યથાવત રહેશે.
લોકસભાની ચૂંટણીનું મતદાન તા. ૨૩મીને મંગળવારના રોજ હોવાથી આરટીઓના ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ તા.૨૨મી ૨૪ દરમિયાન ચૂંટણીમાં ફરજ બજાવનાર છે. તેઓ આરટીઓ કચેરીમાં તેમની ફરજ બજાવી શકનાર નથી.
આથી આરટીઓ કચેરીને લગતી કામગીરી બંધ રહેનાર હોવાની સૂચના જાહેર કરાઇ છે પણ ડ્રાઈવિંગ ટ્રેક ઉપરની ટેસ્ટ સંબંધી કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



