બાળકીની છેડતીના ગુનામાં પોલીસે પકડેલા આરોપીને કોર્ટના જામીન

0
10

ઘટનાના ઘણાં દિવસો બાદ નોંધાયેલી ફરિયાદ અંગે કોર્ટે જામીન અરજી મંજૂર કરી
સુરત, તા.૧

શહેરના ભટાર રોડ વિસ્તારમાં રહેતાં પરિવારના બાળકોની માવજત લેનાર પરપ્રાંતિય યુવકે પડોશની છ વર્ષિય બાળકી સાથે બિભત્સ ચેનચાળા કરવાની બનેલી ઘટનાની મોડી નોંધાવવામાં આવેલી ફરિયાદમાં પોલીસે ઝડપેલા આરોપીને નામદાર કોર્ટે રુ.દસ હજારના શરતી જામીન ઉપર મુક્ત કર્યો હતો.
કેસની પ્રાપ્ત હકીકત મુજબ શહેરના ભટાર રોડ ઉપરની સદગુરુ સર્વિસ સ્ટેશનની બાજુમાં રહેતા કિસુન દોમીનાથ તાંતી ભટાર રોડ વિસ્તારના જ એક પરિવારના બાળકોની સાર સંભાળ લેવાનું તથા ઘર સાચવવાનું કામ કરતો હતો.તે પાછલા બે વર્ષથી અહીં કામ કરી બિહાર રહેતા પોતાના પરિવારને નાણાં મોકલતો હતો.ગત તા.૬ઠ્ઠી જાન્યુઆરીના રોજ બપોરના સુમારે કિસુન જ્યાં કામ કરતો હતો.ત્યાં પડોશણાં રહેતા પરિવારની છ વર્ષીય બાળકી પણ જઇ પહોંચી હતી.જ્યાં ૨૨ વર્ષિય આ યુવકે છ વર્ષની પડોશીમાં રહેતી બાળકીના શરીરે બિભત્સ ચેનચાળા કર્યા હતા.જેની જાણ બાળકીએ પોતાની માતાને કરી હતી.જેથી માતાએ આ અંગે પ્રથમ યુવક જ્યાં કામ કરતો હતો.તે ઘરની મહિલા સાથે આ બાબતે ચર્ચા કરી હતી.બાદમાં તેમણે ગત તા.૧૪મી જાન્યુઆરીના રોજ આ યુવક સામે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લઇ,ખટોદરા પોલીસ મથકમાં આ સંદર્ભે ફરિયાદ કરી હતી.જેથી પોલીસે આરોપીની જે તે દિવસે જ ધરપકડ કરી લીધી હતી.બાદમાં તેને નામદાર કોર્ટમાં રજૂ કરાતાં સબજેલ મોકલી આપવામાં આવ્યો હતો.આ આરોપીને જામીન મુક્ત કરવા માટે એડવોકેટ ભારતીબેન મુખરજીએ નામદાર કોર્ટમાં અરજગુજારી હતી.જેમણે નામાદર કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ઘટનાના ઘણા દિવસો બાદ ભોગ બનનારની માતાએ પોલીસ ફરિયાદ કરી છે,જે બાબત શંકા પ્રેરિત છે.ઉપરાંત ટ્રાયલ ચાલવામાં ઘણો સમય નિકળી જાય તેમ હોય બંધારણના અનુચ્છેદ ૨૧ મુજબ પણ આરોપીને જામીન મુÂક્તનો લાભ મળવા પાત્ર છે.નામદાર સેશન્સ કોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને રુ.૧૦ હજારના શરતી જામીન મુક્ત કરતો હુકમ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY