નવી દિલ્હીમાં સુરત મહાનગરપાલિકાને એવોર્ડ એનાયત
સુરત, તા.૧
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્થોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા સ્વસ્થ ભારત યાત્રાનાં બેનર હેઠળ એક સાઈકલ યાત્રા સમગ્ર દેશમાં ૧૬-૧૦-૨૦૧૮ થી કરવામાં આવેલ હતી. જે યાત્રા ગુજરાત ખાતે તા.૧૯-૧૧-૨૦૧૮ થી દાંડી ખાતેથી પ્રવેશ કરીને સુરત ખાતે તા.૨૦-૧૧-૨૦૧૮ના રોજ સુરત શહેરમાં આવી હતી. દાંડીથી સુરત આવેલા સાઈકલીસ્ટોને મહાનુભાવો દ્વારા સ્વાગત કરી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલા. તા.૨૧-૧૧-૨૦૧૮ના રોજ સવારે ૭.૩૦ કલાકે એન.સી.સી. કેડટ્સ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો તથા અંદાજે ૧૫૦૦ જેટલા નગરજનોનાં સથવારે ઈટ રાઈટ ઈન્ડિયા થીમ પર ઈટ હેલ્થી, ઈટ સેફ્ટી, ઈટ ફોર્ટીફાઈડ અને નો ફુડ વેસ્ટના સૂત્રને અનુસરવા જનજાગૃતિ અર્થે પ્રભાત ફેરી કરવામાં આવેલ હતી. ત્યારબાદ સવારે ૧૧.૦૦ કલાકે સાયન્સ સેન્ટર ઓડીટોરિયમ ખાતે ઈટ રાઈટ ઈન્ડિયા મુવમેન્ટના વિષય પર સેમિનાર રાખી લોક જાગૃતિનો કાર્યક્રમ યોજેલ હતો. સાંજે ૫.૦૦ કલાકે સુરત શહેરના વિવિધ વિસ્તારો જેવા કે સબજી મંડી, સાયન્સ સેન્ટરની સામે સીટી લાઈટ ખાતે, સ્ટ્રીટ ફુડ હબ, ચોપાટી, અઠવાગેટ તથા નાઈટ બજાર પીપલોદ ઈટ રાઈડ ઈન્ડિયા મુવમેન્ટ વિષય પર સેમિનાર રાખી લોક જાગૃતિનો કાર્યક્રમ યોજેલ હતો.
જેના અનુસંધાનમાં સ્વસ્થ ભારત સાયકલ યાત્રાનું સુરત મહાનગરપાલિકા દ્વારા સર્વશ્રેષ્ઠ આયોજન કરેલ હોય તે માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્થોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા બેસ્ટ પર્ફોમિંગ સીટીનો એવોર્ડ સુરત મહાનગરપાલિકાને તા.૧૯-૧-૨૦૧૯ના રોજ ન્યુ દિલ્હી ખાતે આપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





