સુરત, તા.૧
અડાજણ ચાર રસ્તાથી ગુજરાત ગેસ સર્કલ પાસેથી પસાર થતા એક યુવકના હાથમાંથી ૪૮ હજારની કિંમતનો મોબાઈલ ફોનની ચીલઝડપ કરી મોટર સાયકલ પર આવેલા બે ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ અડાજણ પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અડાજણ ચાર રસ્તા ખાતે રહેતાં મોહનભાઈ કિશનભાઈ ગોહર ગતરાત્રે અડાજણ ચાર રસ્તાથી ગુજરાત ગેસ સર્કલ તરફ જતા હતા. ત્યારે અજાણ્યા બાઈક સવારોએ તેમના હાથમાંથી ૪૮ હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોનની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. અડાજણ પોલીસ મથકમાં મોહનભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૫૬ તથા ૧૧૪ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



