બેંકમાં સ્લીપ ભરી આપવાનું જણાવી રૂ. ૩૦ હજાર સેરવી લેવાયા

0
13

ત્રણ ગઠિયાઓ બેંકમાં મજૂરના રોકડા રૂપિયા તફડાવી ગયા
સુરત, તા.૧
અલથાણ ચાર રસ્તા પાસે આવેલી બેન્ક ઓફ બરોડા પાસેથી પસાર થતા એક રાહદારીનું મજૂરને બેન્કમાં સ્લીપ ભરી આપવાનું જણાવી નજર ચૂકવી રૂ. ૩૦ હજાર રોકડાની ચોરી કરી અજાણ્યા ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ ખટોદરા પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલમાં ભીમરાડ ચેકપોસ્ટ પાસે રહેતા દિનેશભાઈ પલાસ ગત રોજ બેન્ક ઓફ બરોડાની બ્રાંચમાં નાણા ભરવા જતો હતો તે દરમિયાન અજાણ્યા ત્રણ ઈસમોએ તેને બેન્કમા઼સ્લીપ ભરી અને નાણા ગણી આપવાનું જણાવી નજર ચૂકવી રૂ. ૩૦ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. છૂટક મજૂરી કરતા દિનેશ પલાસે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY