પરવતમાં મયુરનગર સોસાયટીમાં ગેરકાયદે બાંધકામનું ડીમોલીશન

0
12

સુરત, તા.૧૨
સાઉથ ઈસ્ટ લીંબાયત ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.૬૧ પરવત-ગોડાદરા બ્લોક નં.૧૦-૧૩માં આવેલ મયુરનગર તરીકે અોળખાતી સોસાયટીમાં મિલ્કતદારો દ્વારા સુરત મહાનગરપાલિકાની પૂવ૪ મંજૂરી મેળવ્યા સિવાય બાંધકામ શર કરવામાં આવેલ. જે અત્રેના ધ્યાને આવતા અત્રેથી તા.૧૯-૭-૨૦૧૮નાં કારણદર્શક નોટીસ તથા બાંધકામ તાત્કાલિક ધોરણે બંધ કરવા મનાઈ હુકમ પાઠવવામાં આવેલ. મિલ્કતદારો દ્વારા સરદરહુ નોટીસ તથા મનાઈ હુકમની અવગણના કરી બાંધકામ દુર ન કરતાં તા.૧૧-૧૦-૨૦૧૮ના દિવસે સેન્ટ્રલ ડીમોલીશન સેલના નેજા હેઠળ સાઉથ ઈસ્ટ લીંબાયત ઝોન, સાઉથ ઉધના ઝોન, સેન્ટ્રલ ડીમોલીશન સેલ તથા વોચ એન્ડ વોર્ડનાં સિકયોરિટી સટાફને સાથે રાખી ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરી આશરે ૮૨૦૦ ચો.ફુટ માપ વિસ્તારમાં બિનઅધિકૃત બાંધકામ દુર કરવામાં આવેલ તેમજ રૂ.૫,૫૦,૦૦૦ની દંડકીય રકમની વસૂલાત કરવામાં આવેલ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY