ગિરનાર રોપ-વેનું કામ પૂરજોશમાં : સામાન પહોંચાડવા હેલિકોપ્ટરની મંગાવાયુ

0
10

ગિરનાર,તા.૨
એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવેનું કામ પૂરજાશમાં ચાલી રહયું છે ત્યારે આજથી શિખર ઉપર સામાન પહોચડવા હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું છે. ગરવા ગિરનારની ગોદમાં આકાર લઈ રહેલ એશિયાનો સૌથી મોટા રોપવેનું કામ ચાલી રહ્યું છે ત્યારે આગામી એપ્રિલ માસ સુધીમાં રોપવેની કામગીરી પૂર્ણ થાય તે માટે કામગીરી જારસોરથી ચાલી રહી છે. જેમાં અંબાજી મંદિર સુધી સામાન પહોચડવા ખાસ હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. આજથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના માટે ૧૦૦ જેટલા ઉષા બ્રેકોના કર્મચારીઓ કામે લાગ્યા છે. આ હેલિકોપ્ટર મારફત રોપવેનો માલસામાન લઈ જવાશે. આગામી પાંચ થી છ દિવસ સુધી હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે.
ખાસ કરીને રોપવેની કામગીરી નિરીક્ષણ કરવા જુનાગઢ મહાનગરપાલિકાના ડે મેયર ગિરીશ કોટેશા આવી પહોચ્યા હતા અને ઉષા બ્રેકોના વાઈસ ચેરમેન સાથે વાતચીત કરી માહિતી મેળવી હતી. આ ઉપરાંત આ રોપવેનું ફાઉન્ડેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું. અને માલવાહક રોપવે માટે શું તકેદારી રાખી છે તે અંગે પણ જાણકારી મેળવી હતી.
આ હેલોકોપ્ટરની ક્ષમતા ૨ ટન સામાન ઊચકવાની છે. પાંચ દિવસ દરમ્યાન જે માલવાહક રોપવે બનાવવાનો છે તેનો સામાન ઉપર સુધી પહોચડવા આ હેલિકોપ્ટરની મદદ લેવામાં આવશે. અને આજે પ્રથમ વખત ઉડાન ભર્યું ત્યારે પવનની તેજગતિના કારણે માલ ઉપડવામાં થોડી મુશ્કેલી પડી હતી અને પવનની ગતિ ધીમી પડ્યા બાદ સામાન ઉપર પહોચડવો શકીય બનસે આજે ઉષા બ્રેકોના અધિકારીઓ પણ જુનાગઢ આવી પહોચ્યા હતા અને કામગીરી સલમાત રીતે પૂર્ણ થાય તે જરૂરી હોવાનું અધિકારી એ જણાવ્યુ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY