અયોધ્યામાં જમીનનો વધારાનો થોડો ભાગ મુસ્લિમોને આપવો જોઇએ

0
8

આધ્યાત્મિક ગુરુ પદ્મ વિભૂષણ જગ્ગી વાસુદેવનું નિવેદન
ચેન્નાઇ,તા.૮
આગામી લોકસભા ચૂંટણીમાં દરેક રાજકિય પક્ષો એડિચોટીનું જાર લગાવી રહ્યા છે. ૨૦૧૯ની ચૂંટણીમાં મહત્વનાં મુદ્દા બાજુએ રહી જશે પરંતુ રામ મંદિરનાં મુદ્દા પર રાજકિય ગરમાગરમી જાવા મળે છે. સંઘ સુપ્રિમો મોહન ભાગવતે કહ્યું છે કે આગામી ચૂંટણી પછી રામ મંદિરનું નિર્માણ કાર્ય હાથ ધરાશે. કેન્દ્રમાં ગમે તે પક્ષની સરકાર બને પરંતુ ચૂંટણી પછી રામ મંદિર બનશે તે વાત નક્કી છે. રામ મંદિર મામલે જાણીતા આધ્યાત્મિક ગુરૂ પદ્મ વિભૂષણ જગ્ગી વાસુદેવે નિવેદન આપ્યું છે.
પદ્મ વિભૂષણ સદગુરૂ વાસુદેવે કહ્યું છે કે રામ મંદિર બનવું જાઈએ, પરંતુ જમીનનો વધારાનો થોડો ભાગ મુસ્લિમોને આપવો જોઈએ. સદગુરૂએ કહ્યું છે કે રામ મંદિર એ હિન્દુ આસ્થા અને સંવેદના સાથે જાડાયેલો મામલો છે. આગળ વાત કરતા સદગુરૂએ કહ્યું છે કે,ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો કે નહિ તે કોર્ટ નક્કી કરશે. આ ખુબ દુર્ભાગ્યપુર્ણ વાત છે. જો કે આ મામલે કોર્ટે કહ્યું હતું કે આ મામલો જમીન સાથે જાડાયેલો મામલો છે. આ મામલે જલ્દી નિર્ણય થવો જોઈએ.
જગ્ગી વાસુદેવે કહ્યું છે કે રામ મંદિર ક્યારેય ચૂંટણીનો મુદ્દો રહ્યો નથી. આ તમામ વાતો કોર્ટે નક્કી કરવાની છે અને કોર્ટે ઝડપથી આ દિશામાં કામ કરવું જાઈએ. તે જમીન પર જલ્દી મંદિર બનાવો અને આ મુદ્દાને અહિ જ પુર્ણ કરો. સદગુરૂ જગ્ગી વાસુદેવે કહ્યું છે કે આ જમીનમાંથી માત્ર ૨.૭ એકર જમીન જ વિવાદિત જમીન છે. જા આ જમીનનાં એક તૃતિયાંશ ભાગ પર મુસ્લિમોનો હક છે. તો પછી મુસ્લિમોને તેના હિસ્સા કરતા વધારે જમીન મળવી જાઈએ. ૨.૭ એકર જમીનમાં મુસ્લિમોનો જેટલો ભાગ છે. તેનાં કરતા વધારે ભાગ બિન-વિવાદિત જમીન માંથી મળવો જાઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY