શિલ્પા શેટ્ટીને કીસ કરનાર રિચર્ડ ગેરે ૬૯ વર્ષની વયે પિતા બન્યા

0
28

ન્યુયોર્ક,તા.૧૪
હોલિવુડ એકટર રિચર્ડ ગેરે ૬૯ વર્ષની ઉંમરે ફરી એક વખત પિતા બન્યો છે. અહેવાલો અનુસાર તેમની ત્રીજી પત્ની એલેઝાન્ડ્રાએ દિકરાને જન્મ આપ્યો છે. રિચાર્ડ અને એલેઝાન્ડ્રાના લગ્ન ગયા વર્ષે થયા હતા અને તેઓ ૨૦૧૫થી ડેટીંગ કરી રહ્યા હતા. ગેરે પહેલાથી જ ૧૯ વર્ષના દિકરાના પિતા છે જ્યારે તેમની પત્ની એલેઝાન્ડ્રાને પણ આગલા લગ્નથી પાંચ વર્ષનો દિકરો છે.
રિચર્ડની પત્ની એલેઝાન્ડ્રા સ્પેનિશ પબ્લિશિસ્ટ અને એક્ટીવિસ્ટ છે. બહુ ઓછા લોકોને ખબર છે કે રિચાર્ડ ગેરે એક બુદ્ધિસ્ટ છે. ગેરેની પત્ની એલેઝાન્ડ્રાએ ઇન્સટાગ્રામમાં પોસ્ટ કરીને તેમની પ્રેગનન્સીના સમાચાર બધાને આપ્યા હતા. બાદમાં આ દંપતિએ દલાઇ લામાના આર્શિવાદ લીધા હતા.
નોંધનીય છે કે રિચર્ડ ગેરેએ ૨૦૦૭માં શિલ્પા શેટ્ટીને એક એઇડ્‌સ અવેરનેસ કાર્યક્રમ દરમ્યાન કીસ કરી હતી અને વિવાદમાં આવ્યા હતા. લોકોને ગેરેની આ હરકત પસંદ આવી નહોંતી અને તેમની સામે જયપુર કોર્ટમાં એરેસ્ટ વોરન્ટ પણ જારી કરવામાં આવ્યું હતુ.
જા કે ગેરેએ પોતાની આ હરકત અંગે માફી માંગી લીધી હતી અને કહ્યુ હતું કે આ ફક્ત તેમની ફિલ્મનો એક સીન હતો. તેઓએ આ હરકતની જવાબદારી લેતા ભારતના લોકોની માફી માંગી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY