દેશમાં પ્રથમવાર 139 જેટલા ગામોને કનેક્ટિવિટી સાથે જોડાવા 280 જેટલા હેમ રેડિયો વોકીટોકી નો ઉપયોગ કરશે

0
87

રાજપીપલા:
નર્મદા જિલ્લામાં 139 જેટલા ગામોને કનેક્ટિવિટી વગર ના છે જે શેડો એરિયા તરીકે જાહેર કરાયા છે, ત્યારે આ કનેક્ટિવિટી નર્મદા જિલ્લાના વિકાસ માટે આડસ રૂપ છે ત્યારે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ના પ્રયાસો થકી આ 139 જેટલા ગામોનો સંપર્ક બને એ માટે સાથે જોડાવા 280 જેટલા હેમ રેડિયો વોકીટોકી નો ઉપયોગ કરવાનો  પ્રોજેક્ટ ની સૌઆત કરી છે જે માટે આજે જિલ્લા પોલીસ તાલીમ ભવન જીતનગર ખાતે 500 જેટલા GRD, SRD NRD રક્ષકો ને તાલીમ આપવામાં આવી હતી જેમાં જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા, એ.એસ.પી.  અચલ ત્યાગી, ડિવાયએસપી રાજેશ પરમાર સહીત જિલ્લા પોલીસ સ્ટાફ અને જેમણે તાલીમ આપી હતી એવા નિવૃત એડિશનલ કલેક્ટર ડો.જગદીશ પંડ્યા હાજર રહ્યા હતા. 

 ગુજરાતનો સીમાડો ગણાતો અને સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો જીલ્લો એટલે નર્મદા જીલ્લો જેના  ભૌગોલિક વિસ્તારનો 44 ટકા વિસ્તાર જંગલ વિસ્તાર છે અને આ જીલ્લા માં સાતપુડા અને વિંધ્યાચલ ગિરિમાળાઓ પણ આવેલી છે ત્યારે 550 થી વધુ ગામડાઓ અને 5.90 લાખની વસ્તી ધરાવતો આ જીલ્લા ને પ્રવાસન ધામ તરીકે રાજ્ય સરકારે જાહેર કર્યો છે પરંતુ શુલપાણેશ્વર અભિયારણ ને કારણે આ વિસ્તાર વિકાસથી વંચિત છે અને આમ જોઈએ તો 139 જેટલા  ગામો માં કનેકટીવીટી નો પ્રાણ પ્રશ્ન  છે ત્યારે  અતી અંતરિયાળ એવાઆ 139  જેટલા ગામો માં તો સંપર્ક કેવીરીતે કરવો એ એક પ્રશ્ન  છે ત્યારે  વહીવટી તંત્ર માટે પણ આ મોટી  સમસ્યા છે અને આ સમસ્યા નિવારવા માટે નર્મદા પોલીસે એક નવો અભિગમ અપનાવ્યો છે અને તે છે હેમ રેડીઓ એટલેકે સાદી  ભાષામાં વોકી ટોકી અંતરિયાળ એવા આ 139 ગામો માં જીઆરડી ના જવાનો તથા એસઆરડી ના જવાનો અને પોલીસ જવાનો ને દરેક ગામ માં બે આવા હેમ રેડીઓ આપવામાં આવશે જેથી શેડો એરિયામાં આવતા આ ગામડાઓમાં થતા અકસ્માત અથવા અન્ય બનાવો માં આ જવાનો ંર સાથે સીધા સંપર્ક માં રહી ને તંત્ર નું કામ આસાન કરશે અત્રે ઉલ્લેખનીય છે કે આવા હેમ રેડીઓ નો ઉપયોગ અસ્થાયી રૂપે કેટલાક મોટા ડિઝાસ્ટર કે મોટા અકસ્માત સમયે થાય છે પરંતુ આટલી મોટી સંખ્યા માં કોઈ એક જિલ્લામાં આવા હેમ રેડીઓ કે વોકી ટોકી નો ઉપયોગ થતો હોય તેવો આ પહેલો જિલ્લો હોવાનું નર્મદા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા જણાવે છે જયારે આ હેમ રેડીઓ જે વાપરવાના છે તે પોલીસ મહિલા પણ આ હેમ રેડીઓ ખુબજ આશીર્વાદ રૂપ સાબિત થશે કેમકે તેમના વિસ્તાર માં મોબાઈલ નેટવર્ક ના આવતું હોવાથી આ વોકી ટોકી દવારા તંત્ર સાથે સીધા સંપર્ક માં હોવાનું મને છે.

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ ,મો.નં.,9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY