મળતી વિગતોનુસાર ઉમરેઠના 22 વર્ષનો આદિલ મલેશિયાના વિઝા લેવા માટે મુંબઇ ગયો હતો,મુંબઈથી વિઝાનું કામ પતાવી પરત ઉમરેઠ આવવા માટે નીકળ્યો ત્યારે ટ્રેનમાંથી પડી જતાં તેનું સ્થળ પર જ મોત નીપજયું હતું જુવાનજોધ દિકરાનો મુંબઈમાં થયેલા અકસ્માત મોત થી પરિવાર તેમજ સમગ્ર ઉમરેઠમાં અરેરાટી ફેલાઈ હતી.આદિલ નોકરી કરવા મલેશિયા જવા માંગતો હોય ઉજળા ભવિષ્ય માટે મુંબઈ વિઝા લેવા ગયો હતો એને ક્યા ખબર હતી કે મુંબઈની આ સફર એની આખરી સફળ બની જશે.
આજની ઘટના નવયુવાનો માટે પણ લાલ બત્તી સમાન છે કે મુસાફરી કરતી વખતે પોતાની જાનની સલામતી રાખવી જરૂરી છે કેમકે જનાર જતો રહેશે પાછળથી કલ્પાંત કરતા કુટુંબને તેની ખોટ જિંદગી ભર રહી જાય છે .

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





