રંધોળા ગામે થયેલા ગમખ્વાર અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું

0
23

પ્રાપ્ત વિગતો અનુસાર લગ્નના જાનૈયાને રંધોળા ગામે થયેલ ગમખ્વાર અકસ્માત ના મૃતકોના આત્માને શ્રદ્ધાંજલિ માટે રંધોળા ગામમાં સાત દિવસ સુધી નું ભાગવત સપ્તાહનું આયોજન રખાયું છે. તા ૨.૦૪ .૨૦૧૮ થઈ ૦૮.૦૪.૨૦૧૮ સુધી ભાગવત સપ્તાહનું પ્રવચન રાખવામાં આવેલ છે. જેમાં રંધોળા ગામ સહિત આજુબાજુના ગામવાસી લાભ લઈ રહ્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે શ્રીમદ્દભગવદગીતા જે વ્યક્તિ કે આત્મા સાંભળે એનું કલ્યાણ થાય છે.કહેવાય છે કે અકસ્માત ના મૃતકો ક્યારેક પ્રેતયોની માં પણ જતા હોય છે તો એવા સંજોગો માં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ પ્રેત યોનિમાંથી મુક્તિ અપાવનાર પવિત્ર ગ્રંથ ગણાય છે, જેનું આયોજન કરવામાં આવતા લોકો માં હાશકારો અનુભવાયો છે કેમ કે શ્રીમદ ભાગવત કથા માં ધન્ધુકારી નામના વ્યક્તિનું પૌરાણિક દંતકથાઓ મુજબ અપમૃત્યુ થયેલ જે ધન્ધુકારી વાંસના થાંભલાની અંદર સંતાઈ જ્યારે ભાગવત સપ્તાહનું શ્રવણ કરે છે ત્યારે તેની પ્રેતયોનિમાંથી મુક્તિ મળે છે આ દંતકથા અથવા તો શ્રીમદ્દ ભાગવત પર વિશ્વાસ રાખનાર વ્યક્તિઓએ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરી અન્ય લોકોને પણ પવિત્ર કર્યા છે ત્યારે આવનારા દિવસો માં વધુ ને વધુ નાગરિકો આ શ્રીમદ્દ ભાગવત સપ્તાહના પારાયણ નો લાભ ઉઠાવે તેવી આયોજકોની લાગણી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY