લો બોલો ઝેરી દવા પીનાર વ્યક્તિ ને ત્રણ હોસ્પિટલ રીફર કરાયો…આખરે મોત,આ છે સરકારી તંત્રની બેદરકારી કે સરકાર ના વિકાસની બલિહારી…!!

0
334

રાજપીપલા: નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના કન્થરપુરા ગમે 29-3-18 ના રોજ રાત્રે 8-30 કલાકે ઠાકોર વિઠ્ઠલ બારીયા (30) નામના યુવાને કોઈ અગમ્ય  કારણોસર પોતાના ઘરમાં જાતેજ ઝેરી દવા પી લેતા તેને પ્રથમ 108 દ્વારા ગરુડેશ્વર સરકારી દવાખાને લઈ જવાયો ત્યારબાદ ત્યાંથી રાજપીપલા સિવિલમાં ખસેડાયો પરંતુ ત્યાંથી પણ વડોદરા સયાજી હોસ્પિટલ માં રીફર કરતા સયાજી ના ફરજ પર ના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

જોકે આરોગ્ય બાબતે મોટી મોટી જાહેરાતો કરી નવી નવી યોજનાઓ લાવનાર સરકાર ફક્ત મત બેન્કો ઉભી કરવા જ્યાં ને ત્યાં દવાખાના કે દીનદયાલ સ્ટોર જેવા તાયફાઓ કરે છે દવાખાનાઓમાં ડોક્ટરો નથી અને સ્ટોરો માં દવાઓ નથી ત્યારે સરકાર ની કામગીરી દેખાડવા ખુલ્લા મુકાતા આ તાયફાઓ શું કામના ..!?

આ ઘટના માં ઝેરી દવા પીનાર ને ત્રણ સરકારી દવાખાને ફેરવાયો અને આખરે એ મોત ને ભેટ્યો ત્યારે આના માટે કોણ જવાબદાર …!?

રિપોર્ટર- નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY