ભારત શ્રેષ્ઠ ટીમ, એક ભૂલ પણ ભારે પડશે : એરોન ફિન્ચ

0
9

સિડની,તા.૧૮
ઓસ્ટ્રેલિયન ક્રિકે ટીમના સીમિત ઓવરના કેપ્ટન એરોન ફિન્ચે કહ્યું કે, ભારત જેવી દમદાર ટીમ વિરુદ્ધ તેના ઘરમાં રમવા માટે આત્મવિશ્વાસની સાથે સતર્કતાની જરૂર છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૪ ફેબ્રુઆરીથી સીમિત ઓવરોની દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ માટે ભારતના પ્રવાસે આવશે.
આ સિરીઝને વિશ્વકપની તૈયારીઓને જાડીને જાવામાં આવી રહી છે, જ્યાં ટીમ બે ટી૨૦ આંતરરાષ્ટ્રીય બાદ પાંચ વનડે મેચો રમશે. ફિન્ચની આગેવાનીમાં મેલબોર્ન રેનેડેટ્‌સે રવિવારે મેલબોર્ન સ્ટાર્સને ૧૩ રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ટી૨૦ ટૂર્નામેન્ટ બિગ બેશ લીગનું ટાઇટલ જીત્યું હતું.
તેણે કહ્યું કે, ભારત વિરુદ્ધ તેને બીબીએલમાં મળેલી જીતના જાશની જરૂર નથી. તેણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સત્તાવાર વેબસાઇને કહ્યું, મને નથી લાગતું કે જ્યારે તમે ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે પ્રવાસ પર જતા હોય, ખાસ કરીને ભારતના પ્રવાસે ત્યારે તમારે કોઈ અલગ પ્રકારના જાશની જરૂર હોય છે.
આ ઓપનિંગ બેટ્‌સમેને કહ્યું, જો તમે થોડી ભૂલ કરી તો તેનાથી તમને નુકસાન થઈ શકે છે. તે ઘરઆંગણે શ્રેષ્ઠ વનડે ટીમ છે. મને લાગે છે કે, ભારત વિરુદ્ધ તમારે સંપૂર્ણ આત્મવિશ્વાસ અને સ્પષ્ટ ખેલ યોજનાની સાથે રમવું પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY