પ્રાપ્ત વિગત અનુસાર
વરનામાં સેકન્ડ પીએસઆઇ એ.વી.પાનમીયા પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે વરનામાં વિસ્તાર માં આવેલ શાહપુરા પાણીની ટાંકી પાછળ આવેલ બાવળની ઝાડી માં કેટલાક ઈસમો જુગાર રમે છે જેથી બાતમી વાળી જગ્યા ને ઘેરોઘાલી રેડ કરતા ત્યાં ગોળ કુંડાળુ વળી સાત ઈસમો રમતા હતા જેમની ધરપકડ કરવામાં આવેલ ઉપરાંત પાંચ મોટર સાઇકલ અને મોબાઈલ ઝડપી પાડવામાં આવેલ .
વરનામાં પોલીસે તેમના નામ ની પૂછપરછ કરતા
(૧) સુનિલ ચીમન ભાઈ તડવી.
રહે. 3-4 પેટ્રોલ પમ્પ પાછળ
વડોદરા(૨) પ્રદીપ મોહન ભાઈ વરમાં રહે. 15 સોમાં તળાવ.વડોદરા(૩) દિપક નરસિંગ ભાઈ સોનાર રહે. 287 સત્યનગર માણેજા ક્રોસિંગ. વડોદરા(૪) કાળીદાશ ફુલા ભાઇ માંળી રહે. માળી ફળિયુ મકરપુર વડોદરા
(૫) રાજુભાઇ ઉકેળ ભાઈ માછી રહે. B/52 ઇન્દિરા નગરી મકરપુરા.વડોદરા
(૬)પવન સુરેશ ભાઈ પાટીલ
રહે. માણેજા ક્રોસિંગ સરકારી ઝૂંપરપટ્ટી વડોદરા.(૭)જયેન્દ્ર પ્રેમજી ભાઈ રાણા રહે. A/1 ગણેશ નગર મકરપુરા ગામ વડોદરા ને ઝડપી પાડ્યા હતા. સાત આરોપી પાસેથી અંગઝડતી માં રોકડા રૂપિયા ૨૪૧૧૦/-મોટર સાઇકલ નંગ-૫ તેની કુલ કિંમત ૧૪૫૦૦૦/-તથા મોબાઈલ નંગ કિંમત રૂપિયા ૧૨૦૦૦/- કુલ કીમત ૧.૮૧.૧૧૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લા પોલીસ વડા સૌરભ તોળબિયા એ જિલ્લા માં પ્રોહી/જુગાર ની પ્રવુતિ ને ડામવા અને નેસ્ત નાબૂત કરવાં દરેક પોલિસ સ્ટેશન સૂચના આપેલ તે સૂચના ને ધ્યાન માં લઇ સૂચના નું પાલન કરવાં વરનામાં પોલીસ કટિબદ્ધ જોવા મળી હતી .


અત્રે એ પણ ઉલલખનિય છે કે જુગરિયાઓ વડોદરા શહેરમાંથી છેક વરનામા સુધી જુગાર રમવા આવ્યા પણ બાતમીને પરિણામે ઝડપાઈજતા સમગ્ર વિસ્તાર ના જુગરિયાઓ વરનામા પોલીસ નો ભય વ્યાપી ગયો છે
હિતેશ પટેલ….
મો.૯૭૧૨૫૪૩૧૯૪….
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





