વડોદરા,
તા.૭/૪/૨૦૧૮
વડોદરાની માય એપલ સ્કૂલ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા નવતર પ્રયોગ
ભાર વિનાનું ભણતર ચરિતાર્થ કરી શકાય તે માટે ઘણી શાળાઓ સ્ટૂડન્ટ્સ માટે અવનવા પ્રયોગો કરતી હોય છે. ત્યારે શિક્ષણ સાથે સ્પોર્ટસ પણ મહત્વ ધરાવતું હોય ગમ્મત સાથે જ્ઞાનનો યજ્ઞ પાર પાડવા વડોદરાની એક શાળાએ નવતર અભિગમ અપનાવ્યો છે.
શહેરની માય એપલ સ્કૂલનું સ્પોર્ટસ ગ્રાઉન્ડ દૂર હોવાથી સ્ટૂડન્ટને સુધી જાવામાં તકલીફ પડતી હતી. વળી ત્યાં સુધી સ્ટૂડન્ટ્સ જવા માટે તૈયાર જ નહોતા. જેથી સ્કૂલ દ્વારા જ મેદાન સુધી બાળકોને લઈ જવા માટે ખાસ ટ્રેનની સુવિધા ઉપલબ્ધ કરાવી. જેથી બાળકો તેના તરફ આકર્ષાયા. બાળકો માટેની ખાસ જાય ટ્રેન રાજસ્થાનથી મંગાવવામાં આવી છે. જે સંસ્કારી નગરી વડોદરાના ગાયકવાડી હેરિટેજ કલ્ચરની ઝાંખી કરાવે છે.
મહારાજાના સમયમાં પરિવારના બાળકોને સ્કૂલે જવા માટે મીની રેલવે ટ્રેન રાખી હતી. જેની સમયાંતરે વડોદરાને ભેટ આપવામાં આવી હતી. જે હાલમાં કમાટીબાગમાં ટોય ટ્રેન તરીકે મૂકવામાં આવી છે.
માંજલપુર સહિત માય ઍપલ સ્કૂલ ધ્વારા બાળકોની રમતગમત માટે બનાવાયેલું મેદાન દુર હોવાથી ત્યાંસુધી બાળકોને પહોંચાડવા ટ્રેન શરૂ કરવામાં આવી છે. શાળાના આચાર્ય સ્તુતિ વૈષ્ણવે જણાવ્યું હતું કે, શાળાથી મેદાન સુધી બાળકોને લઈ જવા તથા રસ્તા પર સલામતી જળવાય અને ગમ્મત પણ મળે તે માટે રાજસ્થાનથી અમે ટ્રેન મંગાવી છે. જેને કારણે બાળકો મેદાન સુધી રમવા જવા માટે ઉત્સાહીત થશે. આ ટ્રેનનું નામ “માય ઍપલ લ‹નગ એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






