રાજપીપલા શહેરના સાંકડા માર્ગો પર વારંવાર દબાણો ઉભા કરતા વેપારીઓ સામે પાલિકા પ્રમુખ ની લાલ આંખ 

0
50

રાજપીપલા: રાજપીપલા શહેર માં વધતી વસ્તી,વધતા વાહનો અને નવી ખુલતી દુકાનો થકી સાંકડા માર્ગો પર છાસવારે દબાણો ઉભા કરાય છે જેમાં દુકાનો બહાર શો માં મુકેલા બોર્ડ ,લટકણિયાં ,આગળ ખેંચેલા છાપરા  ,શેડ જેવી બાબતે ટ્રાફિક સમસ્યા વિકટ બની રહી હોઇ પાલિકા દ્વારા સમયાંતરે આવા દબાણો ને દૂર કરવા કડક પગલાં લેવાય છે છતાં અમુક વેપારીઓ આ બાબતે જાગૃત ન થતા ફરી દબાણો ઉભા કરે છે ત્યારે પાલિકા ની ટીમ તેને દૂર કરવા કમર કસે છે ત્યારે શનિવારે પણ પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલે કડક સૂચના આપતા પાલિકાની ટીમેં શહેરના શાક માર્કેટ ,સ્ટેશન રોડ સહિતના માર્ગો પર ફરી દબાણો દૂર કરાયા હતા જેમાં મહેશ સોલંકી,લાલોસોલંકી,સહિતના કર્મચારીઓ જોડાયા હતા અને દબાણો દૂર કરતા નગરવાસીઓને મોટી રાહત થઈ હતી

જોકે સાંકડા માર્ગો પર ગમેતેમ દબાણો ઉભા કરી અવરોધ ઉભો કરતા વેપારીઓ ને કડક સૂચના આપવા છતાં અમુક વેપારીઓ શહેર ના વિકાસ માં અડચણ ઉભી કરવા જાણે સોગંદ ખાઈ લીધા હોય એમ ફરી દબાણો કરે છે ત્યારે આવા વેપારીઓ સામે હજુ વધુ કડક કાર્યવાહી કરી મોટો દંડ વસુલ કરાય તો શહેર ની ટ્રાફિક સમસ્યા હળવી થશે અને એમાં પાલિકા ની સાથે સાથે પોલીસ પણ જો શાક માર્કેટ ની પાછળ ના રોડ જેવા માર્ગો પર કડક કાર્યવાહી કરે તો આડેધડ વાહનો પાર્ક કરી ટ્રાફિક જામ કરતાલોકો ને પણ ભાન પડશે અને રાહદારીઓ સહીત સ્થાનિક લોકો ની તકલીફો દૂર થશે. જિલ્લા પોલીસ વડા એ આ માટે કોઈ ચોક્કસ પગલાં લેવા ટીમ ને કામે લગાડવી જોઈએ એવી લોકમાંગ છે.

ચીફરિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY