દારૂના નશામાં કારચાલકે બાઈકસવારને ટક્કર મારતા એકનું મોત

0
9

સુરત,તા.૧૯
ભાટપોરની ઓએનજીસી કંપનીના ગેટ પાસે ગત ગુરુવારે રાત્રે જેગુઆર કારના ચાલકે દારૂના નશામાં બાઈક ચાલકને ઉડાવતા બેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા વેસુની ખાનગી બાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ કેસમાં પોલીસે પહેલાં જ કાર ચાલક સાથે અન્ય બેને ઝડપી પાડ્યા છે. જ્યારે બેની શોધખોળ ચાલી રહી છે.
ભાટપોરની ઓએનજીસી કંપનીના ગેટ પાસે જેગુઆર કારના ચાલકે દારૂના નશામાં બાઈક ચાલકો રમેશકુમાર છેડીલાલ અને ધર્મરાજ રાજકુમાર અડફેટે લીધા હતા. બાઈકને પાછળથી એટલી જાર ટક્કર મારી કે બાઈક રેલીંગ સાથે અથડાતા ચાલક હવામાં ઉછળીને રોડ પર પડયો હતો. કારના ચાલકનું સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ખાડામાં ઉતારી દીધી હતી. કારના ચાલક હાર્દિક ગજેરા સહિત ત્રણ જણા કાર મુકીને ભાગી ગયા હતા. જ્યારે તેના બે મિત્રો નશામાં ચકચૂર હતા કે તેઓને ચાલવાની પરિસ્થિતિમાં ન હતા જેના કારણે રાજેશ વશરામ કુંભાણી તથા દીલીપ દિનેશ પેથાણી લોકોના હાથમાં આવી જતા તેને માર મારી ઈચ્છાપોર પોલીસને સોપી દીધા હતા. ત્યારબાદ કાર ચાલક હાર્દિક બાવચંદ ગજેરાની શનિવારે મોડીરાત્રે ધરપકડ કરી હતી.
કારની અડફેટે આવેલા પૈકી મરણ જનાર ધર્મરાજ રાજકુમાર(ઉ.વ.૨૨) ભાટપોરમાં રહેતો હતો. અને મજૂરી કામ કરી ગુજરાત ચલાવતો હતો. ગત ગુરૂવારે નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન કારની અડફેટે આવી જતા મંગળવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY