કાલે સચીનના કનકપુરથી સોલ્ટ સત્યાગ્રહ લોહ સાયકલ યાત્રા સુરતમાં પ્રવેશ કરશે

0
21

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે આયોજિત
સુરત, તા.૧૯

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, નવી દિલ્હીના ઉપક્રમે સમગ્ર દેશમાં તા.૨જી ઓક્ટોબરથી પાન ઇન્ડિયા સાયકલોથોન ‘સોલ્ટ સત્યાગ્રહ લોહયાત્રા’ નામથી સાયકલ યાત્રાનો પ્રારંભ થયો છે. જેમાં ૨૫ જેટલા સાયકલસવારો સાયકલ દ્વારા દેશભરમાં પરિભ્રમણ કરશે. આગામી તા.૨૦મીએ સુરતના કનકપુર(સચિન) ખાતે સાયકલ યાત્રા પ્રવેશ કરશે, જેમાં સુરતથી સ્થાનિક ૫૦ જેટલા સાયકલવીરો જોડાશે. સોલ્ટ સત્યાગ્રહ લોહ સાયકલયાત્રા રાજ્યના ૧૪ જિલ્લાઓમાં કુલ ૨૭ સ્થળોએ રાત્રિરોકાણ કરીને તા.૧૭ નવેમ્બરના રોજ અંબાજી થઇ રાજસ્થાન જશે. સાયકલ રેલી જે જિલ્લામાંથી પસાર થશે ત્યાં સ્થાનિક સાયકલવીરો પણ જોડાશે.
આ સાયકલ યાત્રાનો ઉદ્દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના દેશ પ્રત્યેના સમર્પણ અને ત્યાગને ભાવાંજલિ આપવાનો તેમજ દેશની જનતાને ફોર્ટીફાઈડ ફૂડ મળી રહે તે માટે જનજાગૃત્તિ લાવવાનો છે. આ યાત્રામાં રાત્રિ રોકાણના દરેક સ્થળોએ પ્રભાત ફેરી, વિડીઓ ફિલ્મ નિદર્શન, વોલ પેઈન્ટીંગ જેવા જનજાગૃત્તિના કાર્યક્રમો યોજી પૂજ્ય ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
સાયકલ યાત્રાના સુરત જિલ્લામાં ૨૦મીએ સુરત જિલ્લામાં આગમન સંદર્ભે અધિક જિલ્લા કલેકટરશ્રી એસ.ડી.વસાવાના અધ્યક્ષસ્થાને બેઠક પણ યોજાઈ હતી. જેમાં યાત્રાના સ્વાગત અને રોકાણ સહિત સુરત જિલ્લાના સ્થાનિક સાયકલ સવારો પણ જોડાવાના હોઈ, તેમને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રોત્સાહિત કરી પ્રસ્થાન કરાવવામાં આવશે. શ્રી વસાવાએ બેઠકમાં જણાવ્યું હતું કે, તા.૨૦મીએ બપોરે ૧૨.૦૦ વાગ્યે સિટીલાઈટના સાયન્સ સેન્ટર ખાતે આયોજિત સ્વાગત સમારોહમાં જિલ્લા કલેકટરશ્રી ડો.ધવલ પટેલના હસ્તે સાયકલીસ્ટોને પ્રમાણપત્ર એનાયત કરાશે. તા.૨૧મીએ સવારે ૭.૦૦ વાગ્યે મેરેથોન દોડ, ૭.૩૦ વાગ્યે પ્રભાતફેરી યોજાશે. ત્યારબાદ ૯.૦૦ વાગ્યે યોગ અને કસરત નિદર્શન કરવામાં આવશે. તા.૨૧મીએ સવારે ૧૧..૦૦ વાગ્યે સિટીલાઈટના સાયન્સ સેન્ટર ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સભા યોજાશે. તા.૨૨મીએ સાયન્સ સેન્ટરથી જિલ્લા કલેકટરશ્રી અને મહાનુભાવોના હસ્તે ફ્‌લેગ ઓફ કરી સાયકલીસ્ટોને પ્રસ્થાન કરાવવામાં આવશે. સુરતથી સાયકલયાત્રા ભરૂચ જવા રવાના થશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY