પોલીસે રૂ. ૪૦૧૯૭નો મુદ્દામાલ કબજે કર્યો
સુરત, તા. ૨૦
સુરત જિલ્લા પોલીસે બોગસ તબીબોને ઝડપી પાડવાની ઝૂંબેશ શરૂ કરી છે. જેમાં કોસંબા બાદ માંડવી પોલીસે લાઈસન્સ વગર પેક્ટિકલ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબને ઝડપી પાડયો છે.
જિલ્લા પોલીસ સૂબ્ત્રોના જણાવ્યા અનુસાર માંડવી પોલીસે કરંજ જીઆઈડીસી ખાતે પટેલ કોમ્પ્લેક્ષમાં આવેલા સદરુ કીયા ક્લિનીકમાં ગઈકાલે રેઈડ કરી હતી રેઈડ દરમિયાન પોલીસે ગુજરાત મેડિકલ જનરલ પ્રેક્ટિસના લાયસન્સ વગર દવાખાનું ચલાવતા રમેશ સુરેશચંદ્ર બિસ્વાહ રહે. કરંજ જીઆઈડીસી, પટેલ કોમ્પલેક્ષ, મૂળ રહે. પિમ બંગાળને ઝડપી પાડયો હતો. તેમજ કુલ રૂપિયા ૪૦,૧૯૭નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




