આજથી શહેરમાં પાર્કિંગ પોલિસીના કડક અમલ સાથે નો-પાર્કિંગમાં દંડની વસૂલાત શરૂ

0
7

શરૂઆતની દસથી પંદર મિનિટ સુધી પાર્કિંગ ફ્રી રાખવા અંગે નિર્ણય લેવાની સંભાવના
સુરત, તા. ૨૦
સુરત મહાનગરપાલિકા દ્વારા ગત ૧૯મી જાન્યુઆરીથી શહેરમાં એક માસ માટે પાર્કિંગ પોલિસીનો પ્રાયોગિક ધોરણે અભમલીકરણ બાદ આજથી ઓન સ્ટ્રીટ પાર્કિંગ ચાર્જીસનો અમભલ શરૂ કર્યા છે. શહેરના દરેક ઝોનમાં બે-બે મુખ્ય રસ્તાઓ પર આજથી પાર્કિંગ માટે વાહન ચાલકોને ચાર્જ ચૂકવવાની ફરજ પડી છે.
પાર્કિંગપોલિસી અને બાયલોઝનું અમલ કરનાર દેશમાં સુરત મહાનગરપાલિકા પ્રથમ છે. સુરત મહાનગરપાલિકા કમિશનર એમ. થેન્નારસન દ્વારા તૈયાર કરેલ પાર્કિંગ પોલિસીને મહાનગરપાલિકાના શાસકો દ્વારા મંજૂર કરી રાજ્ય સરકાર પાસેથી મંજૂરી મેળવી લીધી હતી. પાલિકા દ્વારા પાર્કિંગ પોલિસી અંગેની જાણકારી શહેરીજનોને મળે તે માટે એક માસ સુધી શહેરમાં પ્રાયોગિક ધોરણે અમલવારી શરૂ કરી હતી. ગત ૧૯મી જાન્યુઆરીથી ૧૯મી ફેબ્રુ઼આરી સુધી શહેરના વિવિધ રસ્તાઓ પર પીળાપટ્ટા અને સફેદ પટ્ટા પાડીનેશ હેરીજનોને પાર્કિંગ પોલિસી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આજે ૨૦મી ફેબ્રુઆરીથી પાલિકાએ પાર્કિંગ પોલિસીનો અમલ શરૂક રતા સવારથી જ શહેરના વિવિધ રસ્તાઅો પર માર્શલ ગોઠવી દીધા હતા. શહેરીજનોને શહેરમાં સૂચવેલ રસ્તાઓ પર વાહન પાર્ક કરવા માટે હવે ચાર્જ ચૂકવવો પડશે. શરૂઆતના ૩ કલાક માટે ટુ વ્હીલરનો ચાર્જ ૧૦ રૂપિયા, થ્રી વ્હીલર નો ચાર્જ ૧૫ રૂપિયા અને ફોર વ્હીલ કાર માટેનો ચાર્જ ૨૦ રૂપિયા રાખવામાં આવ્યો છે. આજે સવારથી શહેરમાં પાર્કિંગ પોલિસીનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ગત એક માસ દરમિયાન પ્રાયોગિક ધોરણે પાર્કિંગ પોલિસીના અમલવારી દરમિયાન કેટલાક સૂચનો પાલિકાને મળ્યા છે. શરૂઆતના સદસથી પંદર મિનિટ માટે પાર્કિંગ ફ્રી હોવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે. શરૂઆતના સમયે પાર્કિંગ ફ્રી રાખવી કે નહીં તે અંગે આજે મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી અધ્યક્ષ કમિશનર સામે બેઠક કરી જરૂરી ચર્ચા કરશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY